ETV Bharat / city

અમદાવાદઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી માત, કિડની પર અસર હોવાના કારણે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ - Ahmedabad News

રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા હતા, છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ ભરતસિંહ સોલંકીએ આખરે કોરોનાની માત આપી છે. વેન્ટિલેટર ઉપર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જોકે કિડની પર અસર હોવાના કારણે તેઓ હાલ પણ હોસ્પિટલમાં દાખલ જ છે.

Bharatsinh Solanki
અમદાવાદઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી માત, કિડની પર અસર હોવાના કારણે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ
author img

By

Published : Aug 4, 2020, 11:02 PM IST

અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા હતા, એક મહિનાથી પણ વધુ સમય સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આખરે ભરતસિંહ સોલંકીએ કોરોનાને માત આપી છે.

વેન્ટિલેટર ઉપર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો થયો છે, જો કે એન્ટીબાયોટિક દવાને લીધે કિડની પર અસર હોવાથી હજી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે.

Bharatsinh Solanki
અમદાવાદઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી માત, કિડની પર અસર હોવાના કારણે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકીને કોરોના થયો હતો, તે વખતે તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પણ ત્યા તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. તેઓ કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર જ હતા સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભરતસિંહ સોલંકીની સારવાર વખતે એમ્સના ડોક્ટરોની મદદ લેવામાં આવતી હતી. 40 દિવસના અંતે મંગળવારે ભરતસિંહ સોલંકી કોરોના મુક્ત થયા હતા, જો કે એન્ટીબાયોટિક દવાને કારણે તેની કિડની પર અસર પહોંચી હોવાથી તેઓ હાલ કિડનીની સારવાર લઇ રહ્યા છે.

ડોક્ટરોના જણાવ્યાં મુજબ ભરતસિંહ સોલંકી થોડાક જ દિવસોમાં સ્વસ્થ થઇ જશે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે, પરંતુ ડિસ્ચાર્જ થયા બાદ ભરતસિંહ સોલંકીને ખૂબ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમની કિડની પર અસર હોવાના કારણે તેમણે ઘરમાં જ આરામ કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.