ETV Bharat / city

અમદાવાદની 14 અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થતાં SOGમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદની 14 અલગ અલગ બેન્કોમાં (Counterfeit notes in 14 different banks) 2000ના દરથી લઈ 10ના દરની કુલ રૂપિયા 5.61 લાખની નકલી નોટ જમા (Counterfeit notes in Ahmedabad) થઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં આ નકલી નોટો બેન્કોમાં જમા થઈ હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ SOG ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad SOG) આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest news of Ahmedabad
Latest news of Ahmedabad
author img

By

Published : Nov 24, 2021, 11:22 AM IST

  • બેન્કોમાં નકલી નોટો જમા થઈ જે અંગે નોંધાઈ ફરિયાદ
  • અલગ અલગ 13 બેન્કોમાં જમા થઈ છે નકલી નોટો
  • 5,61,810ની કિંમતની 1562 નકલી નોટો

અમદાવાદ: શહેરમાં નકલી નોટો અંગેનું કૌભાંડ (Counterfeit notes in Ahmedabad) અનેક વખત અમદાવાદ શહેર પોલીસની એજન્સીએ જપ્ત કર્યું છે. નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યારબાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્યપણે આ નકલી નોટો (Counterfeit notes in 14 different banks) ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટોને જલદી ઓળખી શકાતી નથી. અમદાવાદ શહેરમાં આવેલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં નકલી નોટો અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 5 લાખ 61 હજાર 810ની કિંમતની કુલ 1562 નકલી નોટો જમા થઈ હોવાની માહિતીના આધારે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરની 14 અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

SOGમાં નોંધાઈ નકલી નોટો અંગે ફરિયાદ
SOGમાં નોંધાઈ નકલી નોટો અંગે ફરિયાદ

કઈ કઈ બેન્કોમાં થઈ હોઈ શકે છે નકલી નોટો જમા?

એ.યુ. સ્મોલ બેન્ક, DCB, કાલુપુર કો.ઓપરેટિંવ, યશ, IDBI, ICICI, એક્સિસ, HDFC, કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC અને રિઝર્વ બેન્ક જેવી અનેક બેન્કોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

કેટલા રૂપિયાની કેટલી નકલી નોટો?

  • 2 હજારની 89 નોટો
  • 500ની 542 નોટો
  • 100ની 611 નોટો
  • 50ની 71નોટો
  • 20ની 7 નોટો
  • 10ની 2 નોટો

અમદાવાદ SOGમાં નોંધાયો ગુનો

14 અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા (Counterfeit notes in 14 different banks) થઈ હોવાની માહિતીના આધારે હાલ SOGએ ગુનો નોંધાવ્યો છે. હાલ SOGએ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર નથી આવતું. દર ત્રણ મહિને બેન્કમાં આવેલી નકલી નોટોનો ગુનો પોલીસ નોંધી દે છે. નોટો પણ જમા લેવાય છે પરંતુ આ મામલે SOG (Ahmedabad SOG) કોઇ ખાસ તપાસ કરી શકી નથી.

આ પણ વાંચો: Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

આ પણ વાંચો: Exercise: માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કસરતો, આવો જાણીએ કેવી રીતે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.