ETV Bharat / city

રાજ્યના સહકાર વિભાગ દ્વારા ચિંતન શિબિરનું આયોજન - રાજ્ય સહકાર વિભાગ

ગુજરાતમાં સહકારી ખાતું કેમ સુદ્રઢ બને, જનતા કેવી રીતે વધુ લાભ મેળવે તેવા તમામ મુદ્દા પર ચર્ચા (Ahmedabad Chintan Shibir) કરવામાં આવી. ઇ-કોઓપરેટિવે પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવશે. 80 હજાર જેટલી મંડળી જોડી તમામ પ્રકારની કામગીર જોઇ શકાશે.

રાજ્યના સહકાર વિભાગ દ્નારા ચિંતન શિબિરનું આયોજન

author img

By

Published : Feb 9, 2022, 10:29 PM IST

Updated : Feb 10, 2022, 6:37 AM IST

અમદાવાદ - રાજ્યના સહકાર વિભાગ (state co-operation department) દ્નારા ચિંતન શિબિર (Ahmedabad Chintan Shibir)નું આયોજન કરવામાં આવ્યું. બે દિવસ ચાલનારી ચિંતન શિબિરમાં સહકારી ક્ષેત્રના અનેક આગેવાનો જોડાયા હતા. કૃષિપ્રધાન રાધવજી પટેલે જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે આ ચિંતન શિબિરનું આયોજન શરુ કર્યું હતું. આ શિબિરમાં 10 અલગ અલગ ગ્રુપ પાડીને તમામ કામગીરીની સમિક્ષા કરવામાં આવશે.

રાજ્યના સહકાર વિભાગ દ્નારા ચિંતન શિબિરનું આયોજન

ઇ-કોપોરેટીવ પોર્ટલ

ગુજરાતમાં સહકારી ખાતું કેમ સુદ્રઢ બને, જનતા કેવી રીતે વધુ લાભ મેળવે તેવા તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જ્યાં સુધારા-વધારા કરવાની જરુર હશે, ત્યાં સુધારા કરવામાં આવશે. આ સહકારી ક્ષેત્રથી જનતાને વધુને વધુ લાભ થાય તે રીતે કામ કરવામાં આવશે. મુખ્યપ્રધાન સાથે રહી આજ ઇ-કોઓપરેટિવે પોર્ટલ (E-cooperative portal)નું લોન્ચિંગ કરવામાં આવશે. આ પોર્ટલમાં સહકાર ક્ષેત્રની કામગીરી જોડવામા આવશે. સાથે સાથે 80 હજાર જેટલી મંડળી જોડી તમામ પ્રકારના ઓડીટ અને તેને લગતી કામગીરી આ પોર્ટલમાં જોવા મળી આવશે.

આ પણ વાંચો: Junagadh Girnar Utsav: સમગ્ર દુનિયાને ગરવા ગિરનારનુ વૈવિધ્ય જણાવવા જૂનાગઢમાં થશે ‘ગિરનાર ઉત્સવ’

ખેડુતને મોટા પ્રમાણમાં ફાયદો

આ ચિંતન શિબિરમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોને મદદ પણ લેવામાં આવી છે. આખા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પર ભાર આપવામાં આવશે. ખેડુતને આવકમાં વધારો થાય અને ખેડુતના પાકનું માર્કેટીંગ કેવી રીતે થાય તેની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં 18 જેટલી સુગરમિલ કાર્યરત છે, જેમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સુગરની મીલ કાર્યરત છે. ખાસ કરીને MSPના કારણે સુગરનો સારો ભાવ મળી રહ્યો છે. હાલ સુગરમાં ઇથોનોલને 10 ટકા વાપરવાની છુટ છે, પરંતુ શેરડીના ઉત્પાદન ન હોવાના કારણે આપણે 6.5 ટકા જેટલો ઇથોનોલ ઉત્પાદન કરી શકતા નહોતા, પણ આવનાર સમયમાં મકાઇ અને ચોખામાંથી ઇથોનોલ બનાવવાની પોલીસી આવી રહી છે. જેના કારણે ખેડુતને મોટા પ્રમાણમાં ફાયદો થશે.

આ પણ વાંચો: શું તમારા બાળકો આપે છે આવી પરીક્ષા? પ્રાથમિક શાળામાંથી સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો

Last Updated : Feb 10, 2022, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.