- બિલ્ડરોની શાખ પર ઊભું થયું છે જોખમ
- રિયલ એસ્ટેટમાં હજુ પણ રોકડ વ્યવહારોની બોલબાલા
- અમદાવાદના એક બ્રોકર ભેદી સંજોગોમાં ગુમ
અમદાવાદ: શહેરના જાણીતા બિલ્ડરના પ્રોજેક્ટમાં રોકાણકારોના નાણાં ફસાયા હોવાની માહિતી સામે આવતા બિલ્ડરોની શાખ પર જોખમ ઊભું થયું છે. ત્યારે એસ્ટેટ શેર બ્રોકર અશેષ ગુમ થયા હોવાની ફરિયાદ સામે આવતા તે વાત પણ સામે આવી છે કે ગુજરાતના બિલ્ડરો નાણાકીય બ્રોકરોને નાણાકીય વ્યવહાર કરવાની છૂટ આપે છે. જેમાં રોકાણકારોના મનમાં હવે સવાલ ઊભા થયા છે કે બિલ્ડરો ડાયરીઓના આધારે રોકાણકારોના નાણાં રોકડમાં વ્યવહાર કરવા આપી રહ્યા છે તો તે કેટલા સલામત છે? રિયલ એસ્ટેટમાં આજે પણ રોકડ વ્યવહારોની બોલબાલા છે અને મસમોટી રોકડ રકમોનો વ્યવહાર બિલ્ડરો તથા બ્રોકર દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે જો કોઈ બ્રોકર અથવા બિલ્ડર ફુલેકું કરી જાય તો કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી શકે તેમ નથી.
પરીવારે નોંધાવી ફરીયાદ
અમદાવાદના બોપલમાં એસ્ટેટ શેર બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થવાની પરિવારજનો એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, છેલ્લા કેટલાક સમયથી અશેષનો કોઈ પત્તો ન મળતા પરિવાજનોજ સેટેલાઈટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અશેષ ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલા એસ્ટેટ શેર બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : રઘુવીર માર્કેટ આગ: ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓને વહારે
બ્રોકરનુ લાસ્ટ લોકેશન
બ્રોકર અશેષ અગ્રવાલનું છેલ્લું લોકેશન વસ્ત્રાપુરમાંથી મળી આવ્યું છે, બ્રોકર અશેષ અગ્રવાલના 2 મોબાઈલ અને કાર રહસ્યમય રીતે ગુમ થયા હતા પરતું પોલીસ કોલ લોકેશન ટ્રેસના આધારે ડિટેઈલ્સ મેળવી તપાસ શરૂ કરી હતી જેમાં અશેષ અગ્રવાલનું છેલ્લું લોકેશન વસ્ત્રાપુરમાંથી મળી આવ્યું છે મહત્વનું છે કે અશેષ અગ્રવાલના પરિવારજનો દ્વારા બ્રોકર અશેષ ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.