ETV Bharat / city

અમદાવાદ : બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા

અમદાવાદના બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. હિંમતસિંહ પટેલે ટ્વીટ કરીને કોરોના સંક્રમિત થયાની માહિતી આપી હતી. હિંમતસિંહે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હિંમતસિંહ પટેલ
હિંમતસિંહ પટેલ
author img

By

Published : Nov 13, 2020, 9:45 PM IST

  • કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાના ભરડામાં
  • બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી આપી
  • ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને હર્ષદ રિબાડિયા પણ થયા હતા કોરોનાગ્રસ્ત

અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા દર વર્ષે યોજાતો સ્નેહમિલનનો કાર્યક્રમ આ વખતે કોરોનાના લીધે રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી કોરોના અટક્યો નથી. લોકોની બજારમાં ભીડ વધી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કંઇ રહ્યું નથી. આ સાથે જ લોકો ફરજિયાત માસ્કના નિયમને પણ નેવે મૂકી રહ્યા છે. લોકોની બેદરકારીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતો નથી. કોરોના સંક્રમણથી નેતાઓ પણ બાકાત રહ્યા નથી. શુક્રવારના રોજ અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે.

  • आज मैंने मेरा कोरोना का RT-PCR टेस्ट करवाया तो मैं कोरोना से संक्रमित पाया गया हूँ । आप सभी की शुभकामना के साथ कोरोना से जल्दी ठीक होकर जनसेवा में जुड़ जाऊंगा।

    — Himmatsingh Patel MLA (@HimmatsinghMla) November 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત

અમદાવાદના બાપુનગર મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલે આ અંગે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબાડિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

  • समर्पित जनकल्याण में कार्यरत बापूनगर के विधायक श्री @HimmatsinghMla जी दुर्भाग्य से #COVID19 से संक्रमित हुवे है। उनके शीघ्र स्वस्त होने की प्रार्थना करता हु ताकि वह जनकल्याण के अपने कार्यो को पुनः सुचारू कर सके। pic.twitter.com/NlD3zLPwrR

    — Rajeev Satav (@SATAVRAJEEV) November 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોના સંક્રમિત થનારા સૌપ્રથમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હતા

  • ગુજરાતમાં કોરોનાગ્રસ્ત થનારા સૌપ્રથમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હતા.

ભાજપના પણ કેટલાય નેતાઓ થયા છે કોરોનાથી સંક્રમિત

  • ભાજપ સરકારના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા
  • અમદાવાદ પશ્ચિમના સાંસદ અને ભાજપ નેતા કિરીટ સોલંકી
  • સુરતના મંજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી
  • સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ

કોંગ્રેસી નેતાઓએ સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી

અમદાવાદના બાપુનગર મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડા, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, અક્ષય મકવાણા, ગનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓએ તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.