અમદાવાદઃ કોરોનાને લઈને રાજ્યમાં એપિડેમિક એકટ લાગું છે, ત્યારે અમદાવાદમાં વિદેશથી આવતાં રોજના લોકોને કોરોન્ટાઈનમાં રાખવામાં આવે છે. હાલના તબક્કે કુલ 900થી વધારે લોકો હોમ કોરોન્ટાઈનમાં છે. એક્ટ મુજબ 14 દિવસ સુધી આવા તમામ લોકોને ઘરમાં અલાયદા રહેવાનું હોય છે અને આ નિયમનો ભંગ કુલ પાંચ જાણે કર્યો હતો. દાણીલીમડા, જમાલપુર, વસ્ત્રાલ, મણિનગર વિસ્તારમાંથી આવી બાબત સામે આવી હતી. આવી પ્રવૃત્તિ સામે તંત્ર કડક પગલાં લેશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યાં પ્રમાણે હવે કોઈપણ આ નીતિનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ એફઆઇઆર ફાઇલ થશે.
ક્વોરન્ટાઈનમાં મુકાયેલા લોકો જો ભાગવાની કોશિશ કરશે તો FIR થશેઃ AMC કમિશ્નર - અમદાવાદ
અમદાવાદમાં વિદેશથી આવતાં લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે, જેમાં હાલના તબક્કે કુલ 900થી વધુ લોકો અલાયદા રખાયેલાં છે. આ નિયમનો ભંગ કરવાની કોશિશો સામે આવતાં અમદાવાદ કમિશનરે ચેતવણી આપી હતી કે, આવા લોકો સામે હવેથી FIR દાખલ કરવામાં આવશે.