ETV Bharat / city

Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી - Ahmedabad Blast Case Judgment

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Blast Case Judgment) સ્પેશિયલ કોર્ટે 49માંથી 38 આરોપીને ફાંસી અને 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

Live Updates Ahmedabad Blast Case Hearing: કોર્ટે 38 આરોપીઓને ફાંસી, 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

author img

By

Published : Feb 18, 2022, 11:10 AM IST

Updated : Feb 18, 2022, 2:18 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 49માંથી 38 દોષિતોને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે 8 ફેબ્રુઆરીએ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અમદાવાદમાં 70 મિનિટમાં 21 બ્લાસ્ટ થયા હતા.

38 દોષિતોને ફાંસીની સજા ફરમાવવામાં આવી

જુલાઈ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં સ્પેશિયલ કોર્ટે ગુનેગારોને સજાની જાહેરાત કરી હતી. કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે 11 દોષિતોને તેમના અંતિમ શ્વાસ સુધી કેદમાં રહેવાની સજા ફટકારવામાં આવી છે. ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે એક સાથે આટલા બધા દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હોય. દોષિતોને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યારે કોર્ટે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે દોષિતો જુદી જુદી જેલમાં બેઠા હતા.

  • આજીવન કેદની સજા થયેલ આરોપીઓની યાદી
  1. અતીકઉર રહેમાન ઉર્ફે અતીક અબ્દુલ હકીમ મુસલમાન (ખીલજી મુસ્લિમ)
  2. મહેંદીહસન ઉર્ફે વિક્કી અબ્દુલ હબીબ અંસારી (જુલાહા સુન્ની)
  3. ઈમરાન અહેમદ ઉર્ફે રાજા સિરાજ અહેમદ હાજી પઠાણ
  4. મહંમદઅલી ઉર્ફે જમાલ ઉર્ફે ઝીઆ મોહરમઅલી અંસારી
  5. મહંમદ સાદીક ઉર્ફે યાસીર ઉર્ફે ઈમરાન ઈસરાર અહમદ શેખ
  6. રફીયુદ્દીન સરફુદ્દીન કાપડિયા
  7. અનીક ઉર્ફે ખાલિદ શફીક સૈયદ
  8. મોહંમદ નૌશાદ મોહંમદ ઈરશાદ સૈયદ
  9. મોહંમદ અંસાર ઉર્ફે સિદ્દીક અબ્દુલ રઝાક
  10. મોહમંદ સફીક અબ્દુલબારી અંસારી
  11. મહંમદ અબરાર ઉર્ફે મુન્ના ઉર્ફે ઈસ્માઈલ ઉર્ફે અબ્દુલા ઉર્ફે ઈબ્રાહીમ બાબુખાન મણિયાર
  • ફાંસીની સજા થયેલ આરોપીઓની યાદી
  1. જાહીદ કુતબુદ્દીન શેખ
  2. ઈમરાન ઈબ્રાહિમ શેખ
  3. ઈકબાલ કાસમ શેખ
  4. સમસુદ્દીન શાહબુદ્દીન શેખ
  5. ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી
  6. મોહમ્મદ આરીફ મોમ્મદ ઈકબાલ કાગઝી
  7. મંહમદ ઉસ્માન મહંમદ અનીસ અગરબત્તીવાલા
  8. યુનુસ મહમંદ મન્સુરી
  9. કમરુદ્દીન ચાંદ મહંમદ નાગોરી
  10. આમીલ પરવાઝ કાઝી સૈફુદ્દીન શેખ
  11. સીબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ મુસ્લિમ
  12. સફદર હુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઈકબાલ જહરુલ હુસૈન નાગોરી
  13. હાફીઝ હુસૈન ઉર્ફે અદનાન તાજુદ્દીન મુલ્લા
  14. મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સુરી
  15. મુફ્તી અબુબશર ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબદુલ્લા અબુબકર શેખ
  16. અબ્બાસ ઉમર સમેજા
  17. જાવેદ એહમદ સગીર એહમદ શેખ
  18. મહંમદ ઈસ્માઈલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસફ ઉર્ફે ફુરકાન મહંમદ ઈસાક મન્સુરી
  19. અફઝલ ઉર્ફે અફસર મુતલ્લીબ ઉસ્માની
  20. મહંમદ આરીફ ઉર્ફે આરીફ બદર ઉર્ફે લદન બદરુદ્દીન જુમ્મન શેખ
  21. આસીફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
  22. મહંમદ આરીફ નસીમ એહમદ મિરઝા
  23. કયામુદ્દીન ઉર્ફે રિઝવાન ઉર્ફે અશફાક સરફુદ્દીન કાપડિયા
  24. મહંમદ સેફ ઉર્ફે રાહુલ સાદાબ એહમદ ઉર્ફે મિસ્ટર શેખ
  25. જિશાન એહમદ શેખ
  26. ઝીયાઉર રહેમાન તેલી
  27. મહંમદ શકીલ યામીનખાન લુહાર
  28. મહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
  29. ફઝલે રહેમાન મુસદ્દીકખાન દુર્રાની
  30. એહમદ બાવા અબુબકર બરેલવી
  31. સરફુદ્દીન ઉર્ફે સરકુ ઈ. ટી. સૈનુદ્દીન
  32. સૈફુર રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલ રહેમાન
  33. સાદુલી ઉર્ફે હારીઝ અબ્દુલ કરીમ
  34. મોહંમદ તનવીર ઉર્ફે તલ્હા મોહંમદ અખ્તર પઠાણ
  35. આમીન ઉર્ફે રાજા ઐયુબ નાઝિર શેખ
  36. મહંમદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઈરફાન અબ્દુલ સફુરખાન
  37. મોહમ્મદ રફીક મસકુર અહેમદ
  38. તૌસીફ ખાન ઉર્ફે અતીક સગીર અહેમદ ખાન પઠાણ

પિડીતોને વળતર ચુકવવામાં આવશે

કોર્ટે દોષિતોને સજા કરવા ઉપરાંત પીડિતોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે આ વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર અને સગીર ઘાયલોને 25 હજાર રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે.

13 વર્ષ સુધી ચાલી સુનાવણી

8 ફેબ્રુઆરીએ વિશેષ અદાલતે તમામને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ મામલામાં સ્પેશિયલ કોર્ટમાં 13 વર્ષથી સુનાવણી ચાલી રહી હતી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 78 આરોપીઓ હતા. બાદમાં એક આરોપી સરકારી સાક્ષી બન્યો હતો. જેના કારણે કુલ 77 આરોપી બનાવવામાં આવ્યા હતા. 13 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ દરમિયાન 1,163 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પોલીસ અને કાયદાકીય એજન્સીઓએ 6 હજારથી વધુ પુરાવા રજૂ કર્યા હતા.

28 લોકોને નિર્દોશ જાહેર કરાયા હતા

6,752 પાનાના ચુકાદામાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે પુરાવાના અભાવે 28ને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પહેલીવાર છે જ્યારે એક સાથે 49 આરોપીઓને આતંકવાદના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. દોષિતોને IPC કલમ 302 (હત્યા) અને UAPA હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

70 મિનિટમાં 20 ધમાકા થયા હતા

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં સાંજે 6.45 કલાકે પ્રથમ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ મણિનગરમાં થયો હતો. મણિનગર એ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર હતો. આ પછી 70 મિનિટ સુધી 20 વધુ બોમ્બ બ્લાસ્ટ થયા. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટો ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા 2002માં ગોધરા હત્યાકાંડનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા.

આતંકવાદીઓએ ન્યૂઝ એજન્સીઓને મેઈલ કરીને આપી હતી જાણકારી

આતંકવાદીઓએ ટિફિનમાં બોમ્બ મૂકીને સાઇકલમાં મુક્યો હતો. આ વિસ્ફોટો ભીડ અને બજારના સ્થળોએ થયા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીન (IM) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે સંકળાયેલા આતંકવાદીઓ આ વિસ્ફોટોમાં સામેલ હતા. વિસ્ફોટોના 5 મિનિટ પહેલા આતંકવાદીઓએ ન્યૂઝ એજન્સીઓને એક મેઈલ પણ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે, 'તમારે જે કરવું હોય તે કરો. રોકી શકો તો રોકો.'

ફરિયાદી પક્ષના વકીલની દલીલ

કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલે (Ahmedabad 2008 Bomb Blast Case Hearing) દલીલ કરી હતી કે, આ આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ (Ahmedabad blast case rarest of the rare case) છે. આ બ્લાસ્ટમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. અનેક નિર્દોષ ઈજાગ્રસ્ત થયા હતા. એમના પરિવારજનોની સ્થિતિ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

આ પણ વાંચો- Ahmedabad 2008 Serial Blast Case: સ્પેશિયલ કોર્ટ 49 આરોપીઓને આજે ફટકારશે સજા

આ અતંકી કૃત્ય છે તે સાબિત થયું છેઃ ફરિયાદી પક્ષના વકીલ

આ સાથે જ ફરિયાદી પક્ષના વકીલે દલીલ (Ahmedabad 2008 Bomb Blast Case Hearing) કરી હતી કે, કોર્ટ વળતર માટે પણ હુકમ કરે. વર્ષ 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad 2008 Serial Blast Case) એ હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પૂરવાર થયું છે. એટલે આરોપીઓને મહત્તમ સજા થવી જ જોઈએ. આવા આરોપીઓ સામે કોઈ દયા ન રાખવી જોઈએ.

આ પણ વાંચો- SRK Application In Gujarat High Court: બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન હાઈકોર્ટના શરણે, કયા કેસ માટે કરી અરજી, જાણો

આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી શકાય નહીંઃ બચાવ પક્ષના વકીલ

બીજી તરફ બચાવ પક્ષના વકીલે દલીલ (Ahmedabad 2008 Bomb Blast Case Hearing) કરી હતી કે, કોર્ટે સજા આપતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજા માટેનું પાસું ન હોઈ શકે, પરંતુ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ. આ ઉપરાંત તેમણે દલીલ કરી હતી કે, કોર્ટે આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ ધ્યાને લેવી જોઈએ. તેમ જ આ બ્લાસ્ટ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી શકાય નહીં. આ પહેલા હત્યાઓ, તોફાનો અને દુષ્કર્મના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ (Ahmedabad blast case rarest of the rare case) ન ગણીને ઘણી કોર્ટે ઓછી સજા ફટકારી છે.

  • 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.
  • વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા, 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી.
  • ડિસેમ્બર 2009થી સુનાવણી શરૂ થઈ, કોર્ટે તમામ 35 એફઆઈઆરને એકમાં મર્જ કરી.
  • 1,163 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, 6 હજારથી વધુ પુરાવા રજૂ કરાયા હતા.

Last Updated : Feb 18, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.