ETV Bharat / city

Ahmedabad 144th Rathyatra: ભગવાન જગન્નાથજી આજે સંપૂર્ણ રાત્રી રથમાં બિરાજમાન, આવતીકાલે મંદિરમાં થશે ભગવાન બિરાજમાન - ભગવાન રાત્રે રથમાં બહાર રહેશે

ભગવાન જગન્નાથજીની 144th Rathyatra શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થઇ છે. ભગવાન આજે સંપૂર્ણ રાત્રી દરમિયાન બહાર એટલે કે રથમાં બિરાજમાન રહેશે. ત્યારે આવતીકાલે સવારે વિધિવિધાન સાથે ભગવાન પોતાના સ્થાન પર બિરાજમાન થશે.

Ahmedabad 144th Rathyatra: ભગવાન જગન્નાથજી આજે સંપૂર્ણ રાત્રી રથમાં બિરાજમાન, આવતીકાલે મંદિરમાં થશે ભગવાન બિરાજમાન

author img

By

Published : Jul 13, 2021, 2:05 PM IST

  • ભગવાન જગન્નાથજીની 144th Rathyatra પૂર્ણ
  • મહંત દિલીપદાસજીએ સૌ નાગરિકજનનો માન્યો આભાર
  • આવતીકાલે ભગવાન પોતાના સ્થાને થશે બિરાજમાન

    ભગવાન જગન્નાથજીની 144th Rathyatra કરફ્યુના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ હતી. આજે સંપૂર્ણ રાત્રી ભગવાન રથમાં બિરાજમાન રહેશે. જેની પાછળનું મહાત્મ્ય જોડાયેલું છે કે શ્રીકૃષ્ણ ભગવાને સૌથી વહાલાં પટરાણી હતાં રુકમણીજી. ભગવાન જ્યારે નગરયાત્રાએ નીકળ્યા ત્યારે તેઓ મોટાભાઈ અને બહેન સુભદ્રાજીને લઈને ગયા હતા. ત્યારે રુકમણી રિસાઈ ગયા હતાં. જેથી ભગવાન જગન્નાથજી Rathyatra કરીને પરત ફર્યા ત્યારે રુકમણીજીએ દ્વાર ન ખોલ્યાં અને ભગવાનને બહાર સૂઇ જવું પડ્યું હતું આ લોકવાયકાને પગલે આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ રાત્રે પરત કરે ત્યારબાદ ભગવાને રથમાં જ શયન કરવુ પડતું હોય છે.

    આવતીકાલે કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે?

    અષાઢ સુદ ત્રીજના દિવસે સવારે ભગવાનને ગર્ભગૃહમાં લવાશે તે પહેલા રથ પર જ ભગવાનની નજર ઉતારવાની વિધિ થશે. નગરચર્યા દરમિયાન ભગવાનને કોઈની નજર કે ટોક લાગી હોય તો તેને ઉતારીને પછી તેમની પૂજા કરવામાં આવતી હોય છે અને ત્યાર પછી ભગવાનને મંદિરમાં લવાશે. આમ વર્ષમાં એકવાર ભગવાનને રથમાં જ આરતી થાય છે અને તેઓ રથમાં જ શયન કરે છે. તો બીજી તરફ આવતીકાલે નજર ઉતારવાની વિધિ દરમિયાન કેન્દ્રમાંથી પ્રધાન ઉપસ્થિત રહે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Rathyatra in Gujarat: જાણો કેમ, ભગવાન જગન્નાથજીને મંદિર બહાર રથમાં જ શયન કરવું પડશે

આ પણ વાંચોઃ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પ્રદીપસિંહ અને દિલીપદાસજીએ પ્રજાનો આભાર માન્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.