અમદાવાદ: અત્યારે યુવાઓ સરકારી રોજગાર કચેરી તરફ આશા રાખીને બેઠાં છે.કેટલા યુવાઓ સરકારી રોજગાર કચેરીએ આવીને રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. આ સરકારી કચેરીઓ દ્વારા હવે ફિઝિકલ ભરતી મેળાની જગ્યાએ ઓનલાઇન ભરતીમેળો કરવામાં આવે છે. જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, ડિગ્રીધારક વગેરે લાયકાત ધરાવતાં ઉમેદવારોને તેમની લાયકાત પ્રમાણે રોજગાર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
અમદાવાદની મેઘાણીનાગર ખાતે આવેલ રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં જ ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરાયું હતું. હવે ટૂંકસમયમાં અન્ય બે ભરતી મેળાનું આયોજન કરાશે. અત્યારે જુદી જુદી કંપનીઓ દ્વારા જરૂરિયાત મુજબ મર્યાદિત પ્રમાણમાં રોજગારનો અવસર પ્રાપ્ત થઈ રહ્યાં છે. પરંતુ અર્થતંત્ર પુનઃ પહેલાની જેમ ધબકતું થતાં વધારે રોજગારી ઉપલબ્ધ થશે.
અઢી મહિના બાદ સરકારી કચેરીઓ ખુલી હોવાથી કોરોનાવાયરસને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. તેમાં પણ સરકારને નિર્દેશ પ્રમાણે ગાંધીનગરમાં મિટિંગ કરીને આગળની પ્રક્રિયા હાથ ધરાશે.