- બ્રેઇન ડેડ દર્દીના લીવરનું પ્રત્યારોપણ કરાયું
- કોરોનાગ્રસ્ત પત્નીએ આપી સંમતિ
- SOTTO કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી
શું છે SOTTO?
અમદાવાદઃ ભૂપેન્દ્રસિંહ રાવના પત્ની અગ્નેશ રાવ કોરોના સંક્રમિત હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. તેમના પત્નીને પતિના મૃત્યુની જાણ થતાં તેઓએ પતિના લીવરનું અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા સમંતિ દર્શાવીને માનવતાની મિસાલ ઉભી કરી છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019 થી SOTTO (STATE ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION) કાર્યરત છે. સોટો અંતર્ગત આઇ.સી.યુ.માં સારવાર લઇ રહેલા બ્રેઇન ડેડ દર્દીના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.
SOTTO દ્વારા અનેક જરૂરિયાતમંદોને મળી શકે છે મદદ
તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સધન કામગીરી થાય તે માટે કમીટી બનાવવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રત્યારોપણમાં સફળતા મળી છે. SOTTO અંતર્ગત બ્રેઇન ડેડ દર્દીના કિડની, લીવર, હ્યદય , સ્વાદુપિંડ , પેશીઓનું પ્રત્યારોપણના ડોનેશન શક્ય બનશે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગો થકી પાંચ થી છ વ્યક્તિને જીવતદાન આપી શકાય છે. જેના થકી અંગદાન મેળવી રહેલા વ્યક્તિની કાર્યદક્ષતા સુધરે છે. આની સાથે કોર્નિયાનું ચક્ષુદાન ,પેશીઓનું દાન કરી, ચામડીનુ દાન , બોન મેરો પ્રત્યારોપણ કરીને અન્ય વ્યક્તિની જીવનશૈલી સુઘારી શકાય છે.
કાઉન્સિલિંગ બાદ પરિવારજનો અંગદાન માટે લે છે નિર્ણય
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદીએ જણાવ્યું હતું કે બ્રેઇન ડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી શકાય તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે અમારી હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલ દર્દીઓના સગાને અંગદાન પ્રત્યેની સચોટ માહિતી આપી સમજાવવામાં આવે છે. સરકારી દિશાનિર્દેશ પ્રમાણે GCS (Glasgow Coma Scale) સ્કોર પાંચથી નીચે હોય તેવા દર્દીનો એપ્નીયા ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સગાનું કાઉન્સેલિંગ કરીને અંગદાન કરવા માટે તૈયાર કરવામાં આવે છે.