ETV Bharat / city

Robbery Case in Ahmedabad : ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતાં મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું - અમદાવાદમાં દાગીના લૂંટ કેસ

અમદાવાદના પેઢીમાં કામ કરતા કર્મચારી પાસેથી 9.85 લાખનાં દાગીના ભરેલી બેગ લૂંટી બે શખ્સો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને આ લૂંટ (Robbery Case in Ahmedabad) બાબતે ચોકાવનારી વિગતો સામે આવી છે. કોણ છે આ આરોપી અને કઈ રીતે રચ્યું સમગ્ર તરક્ટ..જોઈએ આ અહેવાલમાં

Robbery Case in Ahmedabad  : ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતા મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું

author img

By

Published : Mar 28, 2022, 2:43 PM IST

અમદાવાદ : પોલીસની ગિરફ્તમાં દેખાતા આ આરોપીઓના નામ છે લલીત નાગર અને અલ્પેશ રાઠોડ. આ બન્ને આરોપીઓએ ભેગા મળીને પોલીસને જ મૂંઝવણમાં મુકી દીધી હતી. 25મી માર્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની (Robbery Case in Ahmedabad) ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આંગડિયા પેઢીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતો લલીત નાગર પેઢીમાંથી સોનાના દાગીનાના પાર્સલો લઈને ગ્રાહકોને આપવા નિકળ્યો હતો. જેમાં સાંજનાં સમયે મેઘાણીનગર સૈજપુર ગરનાળા પાસે કિશોર સ્કુલ પહોંચતા બે શખ્સોએ લલીત રાઠોડની બાઈક રોકાવી 9.85 લાખની કિંમતનાં દાગીનાં ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મેઘાણીનગરમાં નોંધાવી હતી.

ફરિયાદી બન્યો આરોપી, દેવું થઈ જતા મિત્ર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું

લૂંટનું તરક્ટ રચ્યું - લૂંટની ફરિયાદ નોંધાતા જ મેઘાણીનગર પોલીસનો કાફલો (Meghaninagar Police Robbery Case) દોડતો થયો હતો. આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે ફરિયાદીએ આરોપીઓનો લૂંટ કરીને ભાગવાનો જે રૂટ બતાવ્યો તેમાં પોલીસને શંકા જતા ફરિયાદીની પૂછપરછ કરતા પોતે જ લૂંટનું તરક્ટ રચ્યું હોવાનું કબુલ્યુ હતું.

આ પણ વાંચો : મહિલા દિનના 2 દિવસ પહેલા જ ફરિયાદ: ગરીબ મહિલાઓ સાથે સેનેટરી પેડમાં પણ થાય છે ઊઘાડી લૂંટ

શોર્ટકટમાં પૈસા કમાવાનો પ્લાન - મેઘાણીનગર પોલીસે ફરિયાદીની ક્રોસ તપાસ કરતા તેણે પોતાના મિત્ર અલ્પેશ રાઠોડ સાથે મળીને આ લૂંટનો પ્લાન 15 દિવસ પહેલા બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. ફરિયાદી અને આરોપી લલીત નાગર માણેકચોક ખાતે આવેલી ક્રીસ ગોલ્ડ નામની પેઢીમાં 5 વર્ષથી નોકરી કરે છે. તેને શેરબજારમાં દોઢ લાખ રૂપિયાનું દેવુ થઈ જતા્ આંગડિયા પેઢીમાં પહેલા નોકરી કરતા અલ્પેશ સાથે મળીને લૂંટની (Robbery Case in Ahmedabad) ખોટી ફરિયાદ કરી દાગીનાં બારોબાર વેચીને શોર્ટકટમાં પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદીએ પોતે જ દાગીના ભરેલુ્ પાર્સલ અલ્પેશને નરોડા બોલાવી આપી દીધું હતું. અને બાદમાં પોતે સૈજપુર ગરનાળા પાસે જઈને પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : Robbery In Ahmedabad: એલિસબ્રિજ પાસે 28 લાખની લૂંટ કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

પોલીસે વધુ તપાસ હાથ ધરી - સમગ્ર મામલે હાલ તો આ ગુનામાં (Robbery in Ahmedabad Angadiya Firm) પોલીસે ફરિયાદી અને તેના મિત્રની ધરપકડ કરી છે. ત્યારે બન્ને આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ અને અન્ય બાબતોની તપાસ કરવા માટે પોલીસે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ અલ્પેશ રાઠોડ પાસેથી કબજે કરી અન્ય કોણ કોઇ વ્યક્તિ આ ગુનામાં સામેલ છે કે (Jewelry Robbery Case in Ahmedabad) કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.