અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે રવિવારે સિવિલ હોસ્પિટલમાંથી 100 કરતાં વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો અહીંયા 10 કરતાં વધુ દિવસની દાખલ હતા અને ગત 3 દિવસથી આ લોકોને તાવ આવ્યો નથી. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ડિસ્ચાર્જ કરાયેલા આ તમામ વ્યક્તિઓનું હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વગેરે જગ્યાએ જવા માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેથી હોસ્પિટલમાંથી રજા મેળવનારા તમામ વ્યક્તિઓ ખુશખુશાલ દેખાયા હતા. આ તમામ લોકોને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે રવિવારે સમગ્ર રાજ્યમાંથી કુલ 387 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવા માટે રજા આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદમાંથી 250, વડનગરમાંથી 34, સુરતમાંથી 35, વડોદરામાંથી 20, રાજકોટમાંથી 15, આણંદમાંથી 17,ભાવનગરમાંથી 10 મહીસાગરમાંથી 5 અને અરવલ્લીમાંથી 1 મળી કુલ 387 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ હોસ્પિટલમાંથી રજા મેળવનારા વ્યક્તિઓને ગત 3 દિવસથી તાવ આવ્યો નથી. આ ઉપરાંત તે એસિમ્ટોમેટિક હતા અને ગત 10 કરતાં વધુ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.