- નિરમા યુનિવર્સિટીના ઓનલાઈન કલાસમાં શખ્સે બિભત્સ ચેનચાળા કર્યા
- ID આપનારની ભાળ મળતા પોલીસે ઇન્દોરથી એકની ધરપકડ કરી
- ચેનચાળા કરનારો હિમાંશુ હાલ કેનેડાના વેનકુવર જતો રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી મોટાભાગની સ્કૂલો અને કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નિરમા યુનિવર્સિટીના લો ફેકલ્ટીના પ્રોફેસર ડો. પ્રણવ સારસ્વત કોર્પોરેટ એકાઉન્ટીન્ગનો લેક્ચર ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન દ્વારા લઈ રહ્યા હતા. ત્યારે અજાણી વ્યક્તિએ યૂઝર આઈડી અને પાસવર્ડ મેળવી તેમાં જોડાઈ બીભત્સ ચેનચાળા કર્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદઃ કેનેડા મળવા બોલાવી યુવકનો બિભત્સ વીડિયો બનાવ્યો, 1.10 લાખ પડાવી લીધા
સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
જેથી પ્રોફેસરે આ વ્યક્તિને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ફેઝાન બક્ષી જણાવી અપશબ્દો બોલ્યા હતા. જેથી પ્રોફેસરે આ વ્યક્તિને એપ્લિકેશનમાંથી રિમુવ કર્યો હતો. કોઈ વિદ્યાર્થીએ ઓનલાઈન રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી ખાતે ફરિયાદ આપતા જે પત્ર તેઓની યુનિવર્સિટીમાં આવતા તે આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમે એનાલિસિસ કરતા આ વિદ્યાર્થી ઇન્દોરનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે ઇન્દોર ખાતે પહોંચી હિમાંશુ ખંડેલવાલની ભાળ મેળવી હતી. આ શખ્સે એપ્લિકેશનમાં પોતાનું નામ ફેઝાન બક્ષી રાખી આઈડી બનાવ્યું હતું.
આ પણ વાંચોઃ એકતરફી પ્રેમમાં પાગલ એન્જિનિયરે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બેનને કર્યા બિભત્સ મેસેજ
LLBમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું
જ્યારે હિમાંશુ હાલ કેનેડાના વેનકુવર જતો રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ઝૂમ એપ્લિકેશનની લિંક તેના મિત્ર પલ્લવ અરગલે હીમાંશુને આપી હોવાનું સામે આવ્યું હતું. આ પલ્લવ નિરમા યુનિવર્સિટીમાં બીકોમ, એલ.એલ.બી સેમ 4 માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ તેની ધરપકડ કરી છે.