- ધનતેરસ - ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ
- ભાજપ ડૉક્ટર સેલે ભગવાન ધન્વંતરીનું પૂજન કર્યું
- વર્ચ્યુઅલી ડૉક્ટર્સ સહિત 600 કરતાં વધુ લોકો પૂજામાં જોડાયાભગવાન ધન્વંતરી પૂજનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ
અમદાવાદઃ પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલ દ્વારા ભગવાન ધન્વંતરી પૂજનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ ડૉક્ટર સેલ ગુજરાતના પ્રદેશ કન્વીનર ડૉ.વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, તબીબોના ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિવસ એટલે ધનતેરસ. જેથી સર્વ તબીબ મિત્રો માટે પાવન દિવસ અને આવા શુભ દિવસે આપણને સૌ તબીબોને એકસાથે ભગવાન ધન્વંતરિના આશીર્વાદ લેવાનો અવસર સાંપડે તે સૌભાગ્ય છે.
કોરોના સંક્રમણ નાબૂદ થાય તેવી પ્રાર્થના
આ દિવસે પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલની યોજના મુજબ બપોરે 2થી 4માં ભગવાન ધન્વંતરિના વર્ચ્યુઅલ પૂજન કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં વિવિધ સ્થળોથી વ્યક્તિગત વર્ચ્યુઅલ બેઠકમાં જોડાઈને 600 કરતાં વધારે ડૉક્ટર મિત્રો અને પરિવારજનોએ સામુહિક ભગવાન ધન્વંતરિને પોતાનું, પરિવારનું અને દેશના બધાજ નાગરિકોનું આરોગ્ય સારું રહે તેમજ કોરોના સંક્રમણ નાબૂદ થાય તે માટે પૂજન કર્યું.
ભાજપના હોદેદારો વર્ચ્યુઅલી કાર્યક્રમમાં ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળ અને વિવિધ સેલના પ્રભારી ડૉ.અનીલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.