ETV Bharat / city

અમદાવાદનું એક એવું મંદિર જ્યાં અઘોરી બાબાને ચઢે છે સિગારેટ - Gujarat News

અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ સાબરમતી નદીના તટે મહાદેવના અનેક મંદિરો (mahadev temple) આવેલા છે. ગાંધી આશ્રમ અને દધીચી બ્રિજની વચ્ચે દુધાધારી મહાદેવ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં મહાદેવ, અઘોરી બાબા અને રણછોડરાયનું મંદિર આવેલું છે. આ મંદિરમાં અઘોરીબાબાને સિગારેટ ચઢે છે. દર ગુરુવારે મોટા પાયે લોકો અહીં આવે છે અને અઘોરી બાબાના દર્શન કરીને તેમને સિગારેટ અર્પણ કરે છે.

Dudhadhari Mahadev Temple
Dudhadhari Mahadev Temple
author img

By

Published : Aug 14, 2021, 7:03 AM IST

  • સાબરમતી નદીના કિનારે આવેલું છે દૂધાધારી મહાદેવ મંદિર
  • મહાદેવના સાનિધ્યમાં છે અઘોરી મંદિર
  • મહાદેવના અઘોર રૂપની પૂજા

અમદાવાદ: મહાદેવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સમગ્ર ભારતમાં મહાદેવના મંદિરો આવેલા છે. મોટાભાગના પ્રસિદ્ધ મંદિરો નદી કે સમુદ્રના તટે છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ સાબરમતી નદીના તટે મહાદેવના અનેક મંદિરો (mahadev temple) આવેલા છે. ગાંધી આશ્રમ અને દધીચી બ્રિજની વચ્ચે દુધાધારી મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરએ ઋષી દધિચી (Dadhichi) ની તપોભૂમિ કહેવાય છે.

અમદાવાદનું એક એવું મંદિર જ્યાં અઘોરી બાબાને ચઢે છે સિગારેટ

ઋષિ દધીચીના સમયથી આ જગ્યા તપોભૂમિ છે

આ મંદિરની સ્થાપના 1927 માં થઈ હતી. ઋષિ દધીચી (Dadhichi) ના સમયથી આ જગ્યા તપોભૂમિ છે. આ સ્થળનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં પણ થયેલો જોવા મળે છે. અહીં જ ઋષિ દધીચીએ વૃત્રાસુરનો નાશ કરવા માટે ઈન્દ્રને પોતાના હાડકાંનું દાન આપ્યું હતું. તેમજ તેમની સમાધિ પણ અહીં આવેલી છે. તેમના જ નામ પરથી સાબરમતી પર બનેલા બ્રિજને ઋષિ દધીચી નામ આપવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં મહાદેવ, અઘોરી બાબા અને રણછોડરાયનું મંદિર આવેલું છે. નદી કિનારે કુદરતી પ્રકૃતિની વચ્ચે અહીં અકલ્પનીય આત્મીયતા અને શાંતિની અનુભૂતિ થાય છે.

મંદિરમાં અઘોરી બાબાને ચઢે છે સિગારેટ

મહાદેવને તમામ ચીજ પ્રિય છે. ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં શિવજી (Shiva) ને મદિરા ચઢે છે. તેમ આ મંદિરમાં અઘોરીબાબાને સિગારેટ ચઢે છે. દર કલાકે તેમને સિગારેટ ચઢાવાય છે. મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી હિતેશભાઈ સેવકે Etv Bharat ને જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા આ નદી કિનારે વર્તમાન મંદિરથી થોડા દૂર અઘોરીઓ નિવાસ કરતા હતા. તેમની સમાધિ અહીં આવેલી છે. તેઓ ભગવાન શિવના અસીમ ભક્ત છે. તેમજ તેઓ અહીં તપ કરતા હતા. આથી જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે લોકોએ પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે અઘોરી બાબા પાસે માનતા રાખતા. માનતા પૂર્ણ થતા અઘોરીને પ્રિય એવા અફીણ અને ચિલમ ચડાવાય છે પરંતુ ગુજરાતમાં તેનો નિષેધ હોવાથી સિગારેટ ચઢાવવાની પ્રથા શરૂ થઈ હતી. દર ગુરુવારે મોટા પાયે લોકો અહીં આવે છે અને અઘોરી બાબાના દર્શન કરીને તેમને સિગારેટ અર્પણ કરે છે.

આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?

અઘોરી બાબાનું માહાત્મ્ય

દર જન્માષ્ટમીએ પણ અહીં ભરવાડ સમાજના લોકો મોટા પાયે અઘોરી બાબાના દર્શન કરવા આવતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ અનેક મોટા નેતાઓ અને સરકારી અધિકારીઓ અઘોરી બાબાના દર્શન કરીને અલૌકિક અનુભુતી મેળવતા હોય છે. એટલું જ નહિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેઓ પણ અહીં દર્શને આવી ચુક્યા છે. હિતેશ સેવકે જણાવ્યું હતું કે, રાત્રિના 8 વાગ્યા સુધી તેઓ મંદિરમાં હોય છે. પરંતુ ત્યારબાદ મંદિરમાં અઘોરી બાબાને સિગારેટ ચઢવવા કોઈ હોતું નથી. અહીં અઘોરી બાબાનો વાસ છે. આથી તેમને જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે તેઓ નજીકમાં સિયારેટ મળે એટલે પી લેતા હોય છે. એક જ કસમ તેઓ સિગરેટનું બોક્સ પૂરુ કરી નાખે છે. આસપાસ રહેતા ઘણા લોકોને રાત્રે બીડી કે સિગારેટ ગાયબ થયાનો અનુભવ થયો છે.

પવિત્ર ભૂમિનો પટ્ટો

અમદાવાદમાં સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાડજથી લઈને ગાંધી આશ્રમ સુધીનો પટ્ટો ખૂબ જ શાંત, પ્રાકૃતિક અને પવિત્ર છે. કારણ કે આ જ પટ્ટામાં દુધનાથ મહાદેવ, કાશ્મીરા મહાદેવ, દુધાધારી મહાદેવ અને સતીમાતાનું પ્રાચીન મંદિર તેમજ ઋષિ દધીચીનો આશ્રમ પણ આવેલો છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીએ પણ આ જ ભૂમિને આશ્રમ સ્થાપવા પસંદ કરી હતી. અહીં ચંદ્રભાગા નદીનું મિલન સાબરમતી નદી સાથે થાય છે. મહાશિવરાત્રી, શ્રાવણ મહિનો, જન્માષ્ટમી જેવા તહેવારોમાં મંદિરમાં વિવિધ ઉત્સવ ઊજવાય છે. લોકોની ભીડ જામે છે પરંતુ કોરોનાને કારણે ગયા વર્ષે અને આ વર્ષે કોઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવને રામ ભગવાનનો શણગાર કરાયો

કર્મકાંડ માટે શ્રેષ્ઠ સ્થળ

મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશ સેવકે Etv Bharat ને જણાવ્યું હતું કે, દર વર્ષે અહીં 1800 જેટલા બ્રાહ્મણ આવતા હોય છે. જેઓ અહીં શાસ્ત્રોક્ત કર્મકાંડ અને હવન કરતા હોય છે તેમનું ગુજરાન ચાલે છે. જોકે મંદિર દ્વારા કોઈપણ પ્રકારના પૈસાની માંગણી કરાતી નથી, ભક્તની ઇચ્છા હોય તો આપે. આ ઉપરાંત મંદિરમાં ખીચડીનો પ્રસાદ પણ જાણીતો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.