અમદાવાદ- રામોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે વિસ્તારમાં રહેલા તમામ શાકભાજીની લારીઓવાળાનો સર્વે કર્યો. આ સર્વે બાદ તેઓએ એક એવી યોજના બનાવી કે જેનું આજે લોકો હોંશેહોંશે અનુકરણ કરી રહ્યાં છે. પોલીસે આ તમામ શાકભાજી વાળાઓ માટે ગોળ કુંડાળા સહિત એક સ્થાન માર્કિંગ કર્યું, જ્યાં લારી ઉભી રાખવાની અને કુંડાળામાં ખરીદનાર ઉભો રહે. આનાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન શરૂ થયું.
બે લારીઓ વચ્ચે અંતર વધતાં લોકોને શાકભાજી ખરીદવામાં સરળતા રહેવા લાગી. પરિણામે શાકભાજીઓની લારીએ ભીડ બંધ થઇ ગઈ અને સોશિયલ ડિસ્ટનસનું પૂરેપૂરું પાલન થતાં જોવા મળ્યું. રામોલ પોલીસની આ યોજના અને કાર્યવાહી ખરેખર સમગ્ર શહેર અને સમગ્ર રાજ્ય માટે એક નોંધપાત્ર અને ઉદાહરણરૂપ બની ગઈ છે.
રાજ્યોના તમામ વિસ્તારોમાં જો આ પ્રકારે પાલન કરવામાં આવે તો તેની સારી અસર થાય તેમ છે.