ફયુચર ટ્રેડ અને આદિ પાર્ટનર્સે પહેલા જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની સાથે મળીને એરલાઈનમાં તૈયારી દર્શાવી હતી. રેડક્લિફ કેપિટલે થિંક કેપિટલની સાથે મળીને એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ આપ્યું હતું. પરંતુ, તેમાં કોઈપણ બેંકે બોલી લગાવવાની મંજૂરી આપી ન હતી.
બ્રિટિશ આંત્રપ્રિન્યોર જૈસન અન્સવર્થે પહેલા જેટ એરવેઝના સીઈઓ વિનય દૂબેએ લખ્યું હતું કે, તેઓ સંકટમાં ઘેરાયેલી જેટ એરવેઝને ખરીદવા માંગે છે. અન્સવર્થનું કહેવું હતું કે અમે 7 મેના રોજ રાત્રે અમારી બોલી સોંપી હતી. અન્સવર્થે લક્ષ્ય ઉત્તમ સાથે મળીને આ બોલી લગાવી હતી. ઉત્તમ માય વર્લ્ડ વેન્ચર્સના સ્થાપક છે. એમ્સટર્ડમની આ કંપની હોસ્પિટાલિટી અને એવિએશન સેકટરમાં કામ કરે છે. ઉત્તમે કહ્યું હતું કે અમે નરેશ ગોયલના સંપર્કમાં છીએ.
આ બન્ને રોકાણકારોની બોલી જેટ એરવેઝ માટે ખુબ મહત્વની છે. 10મે જેટ એરવેઝ માટે બોલી લગાવવાની આખરી તારીખ છે અને અત્યાર સુધી કોઈપણ કંપની બોલી લગાવવા માટે પંસદ કરવામાં આવી નથી. અન્સવર્થ અને ઉત્તમની બોલી એવા સમયે આવી છે કે જ્યારે જેટની તમામ આશાઓ પર સમાપ્ત થઈ ચુકી હતી. આ જેટના કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે.
હવે જોવાનું એ રહે છે કે એસબીઆઈ કેપિટલ તેમની બોલીને સ્વીકારે છે કે નહી. આ બન્ને રોકાણકારો અત્યારે શોર્ટલિસ્ટ થયા નથી. જેટ એરવેઝમાં બોલી માટે જે કંપનીઓ પસંદ કરાઈ છે તેમાં એતિહાદ એરવેઝ, ટીપીજી કેપિટલ, ઈન્ડિગો પાર્ટનર્સ અને એનઆઈઆઈએફ છે. આ ચાર કંપનીઓમાંથી 3 એટલે કે એતિહાદ એરવેઝ, ટીપીજી કેપિટલ અને ઈન્ડિગો પાર્ટનર્સને હજી સુધી નોનડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ જાહેર કર્યુ નથી. કોઈપણ કંપનીમાં બોલી લગાવતા પહેલા તેને ડ્યૂ ડિલીજેન્સ માટે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ જાહેર કરવું જરૂરી છે.