ETV Bharat / city

અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ - અમદાવાદ કલેક્ટર

આગામી ચોમાસા દરમિયાન સંભંવિત કુદરતી આફતો સામે આગોતરા આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી. જેમાં એક્શન પ્લાનના અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની તાકીદ કરી હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

author img

By

Published : Jun 7, 2021, 10:56 PM IST

  • અમદાવાદ જિલ્લા કલેકટરે યોજી પ્રિ-મોન્સૂન બેઠક દરેક
  • વિભાગોને એક્શન પ્લાનના અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની તાકીદ
  • જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ

અમદાવાદ : આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો સામે પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.

રેલવે અને હાઇવે ઓથોરિટીને પણ સૂચના અપાઈ
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને એકશન પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ કરી હતી. કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને કહ્યું કે કુદરતી આફતમાં કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. આમ, તેમણે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમથી કામ કરવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સંભવિત જોખમવાળા અને નિચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી IEC (Information, Education, Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા હતા. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈન બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

કલેકટરે તંત્રને સંવેદનશીલ રહેવા સૂચન કર્યું
જિલ્લા કલેક્ટરે આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમ જ તાલિમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. કલેક્ટરે કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીના સંદર્ભે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. તેમણે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસિકરણ અંગેની વ્યવસ્થા વિશે પણ સૂચનો કર્યું હતું.

વાવાઝોડામાં કામગીરી બદલ કલેકટરે ટીમને અભિનંદન આપ્યા
જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ ‘ટીમ અમદાવાદ’ને તાઉતે વાવાઝોડામાં સુંદર કામગીરી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા તેમ જ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.