અમદાવાદ: મહત્વનું છે કે અમદાવાદનો વિસ્તાર વધતાં અને કેટલીક સાંકડી જગ્યા હોવાથી પાર્કિંગની સમસ્યા ઉદભવતી હોય છે અને સાથે પાર્કિંગની સમસ્યા થવાને લીધે ટ્રાફિકનો પ્રોબ્લેમ પણ રહેતો હોય છે. ત્યારે ઓવરબ્રિજની છે લોકો જ્યારે આડેધડ પાર્કિંગ કરે છે તેના બદલે હવે પે એન્ડ પાર્ક કરવું પડશે.
શહેરના તમામ બ્રિજ નીચે એક યા બીજાપ્રકારે દબાણ પણ થયેલાં છે. ત્યારે પાર્કિંગ સ્પેસ વધારવા માટે લેવાયેલાં આ નિર્ણયના પગલે આમ બ્રિજની નીચેની જગ્યાએ જ્યાં દબાણ થતું હતું તેમ જ જગ્યા ખાલી પડી રહેતી હતી તેનો સદઉપયોગ થશે.
સોલા રેલવે ઓવરબ્રિજ ગોતા રેલવે ઓવરબ્રિજ હેલમેટ ઓવરબ્રિજ આંબેડકર બ્રિજ રાણીપ રેલવે ઓવરબ્રિજ ઇન્કમટેક્સ ઓવરબ્રિજ એઇસી ઓવરબ્રિજ ઠકકરબાપાનગર ઓવરબ્રિજ બાપુનગર ઓવરબ્રિજ સીટીએમ ઓવરબ્રિજ ઇસનપુર ઓવરબ્રિજ ઘોડાસર ગુરુજી બ્રિજ સોનીની ચાલી ઓવરબ્રિજ હાટકેશ્વર ઓવરબ્રિજ જશોદાનગર ઓવરબ્રિજ શિવરંજની ઓવરબ્રિજ |