ETV Bharat / city

કોરોનાના સમય પછી સેકન્ડ ઇનિંગ આર્ટ શોના વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું

ચિત્ર પ્રદર્શનના ઇસ્કોન સર્કલ પાસે આવેલા આર્ટ ગેલેરી ખાતે કોરોનાના સમય બાદ હવે જ્યારે બધું ખુલવા માંડ્યું છે, ત્યારે એક નવા જ વિષય આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

Drawing Exhibition ahmedabad
Drawing Exhibition ahmedabad
author img

By

Published : Jan 21, 2021, 11:01 PM IST

  • અમદાવાદમાં યોજવામાં આવ્યું ચિત્ર પ્રદર્શન
  • 45થી વધુ ઉંમરના મહિલાઓએ અલગ અલગ વિષય પર દોર્યા છે ચિત્રો
  • કોરોનાના લોકડાઉનના સમયનો કર્યો સદુપયોગ કર્યો
  • 2nd ઇનિંગ શો ટાઇટલથી કરવામાં આવ્યું છે આયોજન
    ચિત્ર પ્રદર્શન

અમદાવાદ: શહેરના ઇસ્કોન સર્કલ પાસે આવેલા આર્ટ ગેલેરી ખાતે કોરોનાના સમય બાદ હવે જ્યારે બધું ખુલવા માંડ્યું છે, ત્યારે એક નવા જ વિષય આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 42ની ઉંમર વટાવી ચૂકેલા મહિલાઓએ સાથે મળીને કોરોનાના લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને અલગ અલગ વિષય પર ચિત્રો દોર્યા હતા.

ચિત્રકાર અનસૂયા પટેલ રિયાલિસ્ટિક ચિત્રો દોરવા માટે જાણીતા છે

આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મહિલાઓના 20 કરતા વધારે ચિત્રો આ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. જેમાં અનસૂયા પટેલ, નયના મેવાડા, હંસા પટેલ, જ્યોત્સના પટેલ, બીનુ રાવ, અનુરાધા પીંપલે, જયંતિ ભટ્ટાચાર્ય, અમિતા પુંભરા, સીમા શર્મા અને પ્રવીણા માહિચા નામના કલાકરોએ પોતાની ચિત્રકલાનું ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે અને અલગ અલગ ચિત્રો નવા વિષય સાથે દોરવામાં આવ્યા છે. આ પ્રદર્શન કરવાના હેતુ વિષે મહિલાઓનું કહેવું હતું કે, તેઓ સામાજિક જવાબદારીઓ અને ઘરને સંભાળવા સિવાય પણ આ કલામાં રસ ધરાવે છે અને તેમના આ શોખને કારણે બીજી મહિલાઓને પણ પ્રેરણા મળે તેવી તેમને આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.