- RTO દ્વારા પસંદગીના નંબરો માટે નવી સિરીઝ
- ટુ-વ્હીલર ચાલકો માટે GJ-01-VJ સિરીઝ આવશે
- નંબર મેળવવા ઓનલાઇન ફૉર્મ ભરવું પડશે
- રજીસ્ટ્રેશન બાદ બીડ સબમિટ કરવાની રહેશે
અમદાવાદ: આરટીઓ દ્વારા જણાવાયું છે કે, નવી સિરીઝમાં પસંદગીના નંબરો લેવા માટે વાહનચાલકો 01 અને 02 ફેબ્રુઆરીના રોજ RTOની વેબસાઈટ parivahan.gov.in પર જઈને ઓનલાઇન C.N.A (Choice Number Application) ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત 03 અને 04 ફેબ્રુઆરીના રોજ પસંદગીના નંબરો માટે અરજકર્તાએ બીડ સબમિટ કરવાની રહેશે.
લાઈટ મોટર વ્હીકલ માટે જૂની સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબરો
લાઈટ મોટર વ્હીકલ(LMV) કારમાં અગાઉની બાકી રહેલ સિરિઝના ગોલ્ડ અને સિલ્વર નંબર માટેની રજીસ્ટ્રેશન અને બીડ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હોવાથી પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનચાલકોએ પણ આ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે Parivahan.gov.in પર જઈને ફેન્સી નંબર બુકિંગમાં જવાનું રહેશે.
RTOને થશે કરોડોની કમાણી
ઉલ્લેખનીય છે કે, આરટીઓને પસંદગીના નંબરો દ્વારા દર વખતે મોટી કમાણી થાય છે. ગત વખતે પસંદગીના નંબરો અંતર્ગત આરટીઓને એક કરોડ રૂપિયા જેટલી આવક થઈ હતી.