ETV Bharat / city

બોર્ડના રિપીટર્સની પરીક્ષા રદ કરવા મામલે કોર્ટે કહ્યું, "વિદ્યાર્થીઓ PIL કરતા પરીક્ષા ઉપર વધુ ભાર મૂકે" - અખિલ ગુજરાત વાલી મંડળ એસોસિએશન

ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court ) માં રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન ( Mass Promotion ) આપવા મામલે PIL દાખલ કરવામાં આવતા આજે ગુરૂવારના રોજ કોર્ટ દ્વારા તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તકે અરજદારે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ ( Repeater Students ) માટે વચગાળાનો નિર્ણય લાવવો જોઈએ. હાલ કોર્ટે આગામી 13 જૂલાઈના રોજ સુનાવણી કરવા જણાવ્યું હતું.

બોર્ડના રિપીટર્સની પરીક્ષા રદ કરવા મામલે કોર્ટેમાં સુનાવણી

author img

By

Published : Jul 8, 2021, 5:07 PM IST

  • ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા અંગે PIL
  • સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓ ભણવા ઉપર વધુ ભાર મૂકે
  • પરિક્ષાથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવવાની સંભાવના : અરજદાર

અમદાવાદ: ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ( Gujarat High Court ) માં રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન ( Mass Promotion ) આપવામાં આવે તે માટેની માંગણી કરતી PIL દાખલ કરવામાં આવી હતી. જેની આજે ગુરૂવારે સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે આગળની સુનાવણી 13મી જુલાઈએ રાખી છે. આજે ગુરૂવારે સુનાવણી દરમિયાન કોર્ટમાં અરજદારે અપીલ કરી હતી કે, સરકાર રિપીટર વિદ્યાર્થીઓ ( Repeater Students ) માટે કઈંક વચગાળાનો નિર્ણય લાવે. તેની સામે કોર્ટે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ PIL કરતા ભણવા ઉપર વધુ ભાર મૂકે.

આ પણ વાંચો: Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...

શું કહે છે અરજદાર નરેશ શાહ?

ETV Bharat સાથે વાતચીત કરતા અખિલ ગુજરાત વાલી મંડળ એસોસિએશન ( Akhil Gujarat Wali Mandal Association )ના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વચગાળાનો નિર્ણય લાવવો જોઈએ. કોરોના સંક્રમણ થવાની જેટલી ભીતિ રેગ્યુલર વિદ્યાર્થીઓમાં છે તેટલી જ ભીંતી રિપીટર વિદ્યાર્થીઓમાં પણ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા વકીલે કર્ણાટકના જજમેન્ટને ટાંકી માસ પ્રમોશન આપવા રાજૂઆત કરી હતી. જેમાં જજમેન્ટ વિદ્યાર્થીઓની તરફેણમાં આવ્યો છે. જોકે, આગામી સુનાવણી 13મી જુલાઈએ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: 10 જુલાઈના રોજ ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને રિસીપ્ટ (Receipt) મળશે

શું કહે છે અરજદારના એડવોકેટ વિશાલ દવે ?

ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન, એડવોકેટ વિશાલ દવેએ જણાવ્યું હતું કે, ક્યારેય પણ રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના માપદંડ જુદા જુદા ન હોઈ શકે. વધુમાં અમે કોર્ટમાં રાજૂઆત કરી છે કે, જે વિદ્યાર્થીઓના માતા-પિતા ગુજરી ગયા હોય તેમના અભ્યાસ ઉપર ખૂબ ઊંડી અસર પડી છે, આથી માસ પ્રમોશન આપવું જોઈએ. વધુમાં જો પરીક્ષા લેવી જ હોય તો ઓનલાઈન પરીક્ષા લેવી જોઈએ. આ બાબતે કોર્ટે અહીં તાકીદ કરી હતી કે, હાલની પરિસ્થતિ સુધરતી જણાય છે અને ઘણી જગ્યાઓએ વિદ્યાર્થીઓ મેદાનમાં ક્રિકેટ રમતા નજરે પડે છે. આથી વિદ્યાર્થીઓએ PIL ઉપર ભાર ન મૂકી અભ્યાસ કરવા ઉપર ભાર મુકવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.