- વર્ષો જૂના એલિસ બ્રિજને હેરિટેજ થીમ પર ડેવલપ કરવામાં આવશે
- અમદાવાદ મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે શરૂ કરી કામગીરી
- દિવાળી બાદ ડેવલપમેન્ટ માટે ટેન્ડર મંગાવવામાં આવશે
અમદાવાદ : શહેરની સાબરમતી નદી પર એલિસ બ્રિજ ( Ellis bridge ) અમદાવાદ શહેરનો પ્રથમ બ્રિજ હતો. જેનું નિર્માણ 1872માં કરવામાં આવ્યું હતું. જ્યારે 1997માં બ્રિજનું નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ રાખવામાં આવ્યું હતું. આ અગાઉ બ્રિજ પરથી જ વાહનો અને રાહદારીઓ પસાર થતા હતા, પરંતુ સમય જતાં અમદાવાદની વસ્તી વધતા બ્રિજને પહોળો કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તરીકે દરજ્જો મળી ચૂક્યો છે, ત્યારે સૌથી જૂના બ્રિજને હેરિટેજ થીમ (A Bridge with a Heritage Look ) આધારિત ડેવલપ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
![A Bridge with a Heritage Look](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-elishbridge-7209730_30062021160920_3006f_1625049560_681.jpg)
બ્રીજ પર માત્ર રાહદારીઓ જ પસાર થઇ શકશે
હાલ એલિસ બ્રિજ ( Ellis bridge )ના ડેવલપમેન્ટનું જે કામ હાથ ધરવામાં આવ્યું છે, તેને હેરિટેજ થીમ ( A Bridge with a Heritage Look ) આધારિત ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં માત્ર રાહદારીઓને જ પસાર થવા માટેની મંજૂરી હશે. આ બ્રિજ અંદાજે 7 ફૂટ પહોળો અને 400 મીટર લાંબો છે. હાલ એલિસ બ્રિજ ( Ellis bridge ) પર રાહદારીઓને ચાલવા માટે સાંકળી એવી ફૂટપાથ બનાવવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં જ્યારે એલિસ બ્રિજનું ડેવલોપમેન્ટ કરી દેવામાં આવશે, ત્યારે રાહદારીઓ એલિસ બ્રિજ પરથી વાહનોના ભય વગર પસાર થઇ શકશે.
![A Bridge with a Heritage Look](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-elishbridge-7209730_30062021160920_3006f_1625049560_840.jpg)
આ પણ વાંચો -
- વિશ્વ હેરિટેજ દિવસઃ રાણીના હજીરાના નામે પ્રખ્યાત અહમદ શાહની રાણીઓની કબર
- વિશ્વ હેરિટેજ દિવસઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું બનેલું વિશ્વનું સૌપ્રથમ મંદિર
- વિશ્વ હેરિટેજ દિવસ : શેઠ હઠીસિંહ જિનાલય સંસ્કૃતનું અદ્ભુત ઉદાહરણ
- વિશ્વ હેરિટેજ દિવસ: દેશની સૌથી સુંદર મસ્જિદમાંથી એક એટલે જામા મસ્જિદ
- વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ
- વિશ્વ હેરિટેજ દિવસ : અમદાવાદની પોળ એટલે નરી અને નક્કર જીવંતતા