ETV Bharat / city

ગોતામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું - gota news

અમદાવાદમાં સાયબર ક્રાઈમ દ્વારા શેર બજાર ટ્રેડીંગ કરી બમણો નફો કમાઈ આપવાની લોભામણી લાલચ આપીને છેતરપીંડી આચરનારી ગેંગના લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ભેજાબાજ ગેંગ છેલ્લા દોઢ વર્ષથી લોભામણી લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્લાન સમજાવતા હતા.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Mar 27, 2021, 4:24 PM IST

  • સાયબર ક્રાઇમે 6 આરોપીની કરી ધરપકડ
  • શેર બજારમાં ટ્રેડિંગ કરી બમણો નફો આપવાની આપતા લાલચ
  • 35 હજારનો નફાની લાલચ આપી હતી

અમદાવાદ: શહેરના જગદીશભાઈને ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મેસેજ આવ્યો હતો. જેમાં શેર ટ્રેડિંગને લગતી લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેથી ફરિયાદી લાલચમાં આવીને મેસેજ વાળા નંબર પર ફોન કર્યો હતો. જ્યાં સામે વાળા વ્યકિતએ પોતે ઉમંગ તિવારી શાહ ટ્રેડ્સ દિલ્હીથી બોલતા હોવાનું કહીને ડિમેટ ટેન્ડ રીંગ અને બીજો પ્લાન ફ્લેક્ષિબ્લ રિટર્ન પાલન સમજાવીને રોજ 35 હજારનો નફો થશે તેવી લાલચ આપી હતી. લાલચમાં આવીને ફરિયાદીએ 2 પ્લાન ખરીદ્યા હતા અને 3,90,000 ચૂકવ્યા હતા. બાદમાં સામે વાળા વ્યક્તિ તરફથી યોગ્ય જવાબ ન મળતા પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

ગોતામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું

આ પણ વાંચો : અમદાવાદ: હોટલમાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા કર્મચારી કાર્ડ ક્લૉનિંગ કરી કરતા હતા છેતરપિંડી, સાયબર ક્રાઇમે કરી ધરપકડ

સાયબર ક્રાઈમે 6 આરોપીની ધરપકડ કરી

સમગ્ર મામલે સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદ નોધીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને ટેક્નિકલ પુરાવા મેળવીને ગોતા ખાતેથી કોલરો રાખી દુકાન ચલાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી શેર ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની લાલચ આપી બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવતા હતા અને તે પૈસા ઉપાડી છેતરપિંડી કરતા હતા. હાલ સાયબર ક્રાઈમે કરણસિંહ જાડેજા, વિવેક પટેલ, પ્રજ્ઞેશ ઠક્કર, ભૃગેશ પટેલ, નિર્મલ પટેલ, નીતિન પરમાર નામના 6 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી વિવેક પટેલ કોલ સેન્ટરના માલિક છે. જ્યારે કરણસિંહ જાડેજા બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરતો હતો અને અન્ય આરોપીઓ દોઢ વર્ષથી કોલ સેન્ટરમાં કામ કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.