- કોરોના મહામારીને લઈ મનપાની તૈયારીઓ
- નવા 39 નર્સિંગ હોમ હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જાહેર કરાયા
- નવા 618 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો થાય એ માટેના પ્રયત્નો કરી રહી છે. શહેરમાં હાલ 130થી પણ વધુ ખાનગી હોસ્પિટલો કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે, પરંતુ તેની સામે વધુ બેડની સુવિધા ઉભી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 39 ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે કુલ 618 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના દર્દીની સારવાર માટે 15 ખાનગી કોવિડ કેર સેન્ટર જાહેર કરાયા
અમદાવાદના જુદા-જુદા વોર્ડમાં બેડની વ્યવસ્થાં
અમદાવાદમાં આવેલી તમામ હોસ્પિટલમાં કુલ 618 જેટલા નવા બેડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાંથી પૂર્વ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર, મધ્ય અને, દક્ષિણ ઝોનમાં આવેલા જુદા-જુદા વોર્ડમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત