ETV Bharat / city

ભાજપમાં જોડાયેલા SMCના કોર્પોરેટર રૂતા કાકડીયાએ કહ્યું, "હું આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરીશ" - આમ આદમી પાર્ટી

સુરત મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટરો (5 corporators of Surat Municipal Corporation joined BJP) ચૂંટણીના એક વર્ષ બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. વોર્ડ નંબર-03 ના કોર્પોરેટર રૂતા કાકડિયાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) તેમની પર્સનલ લાઈફને રાજનીતિ બનાવી દીધી હતી.

ભાજમાં જોડાયેલા SMCના કોર્પોરેટર રૂતા કાકડીયાએ કહ્યું, "હું આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરીશ"

author img

By

Published : Feb 5, 2022, 7:23 AM IST

સુરત: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા રૂતા કાકડિયાના ડાયવોર્સને ભાજપ સાથે જોડવામાં આવ્યો હતો. તેમના પરિવાર ઉપર ટોર્ચર કરવામાં આવ્યું હતું. આ તમામ અંગે તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. તેઓ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને સુરતના વિપક્ષના નેતાઓ સામે પણ ફરિયાદ કરશે. આ અંગે તેમણે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની મદદ માંગી હતી. આ સમગ્ર બાબત અંગે રૂતા કાકડીયાએ ETV Bharat સાથે ખાસ વાત કરી હતી.

ભાજમાં જોડાયેલા SMCના કોર્પોરેટર રૂતા કાકડીયાએ કહ્યું, "હું આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરીશ"

આ પણ વાંચો: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

પ્રશ્ન: ભાજપમાં જોડાવવાનું શા માટે પસંદ કર્યું ?

જવાબ: ભાજપ વિકાસના કાર્યો કરે છે. તેઓ મહિલાઓને સપોર્ટ આપે છે. તેઓ મહિલાઓનું સન્માન કરે છે. તે જ કારણ હતું કે, મેં ભાજપમાં જોડાવવાનું પસંદ કર્યું.

પ્રશ્ન: આપના અંગત જીવનમાં આમ આદમી પાર્ટીએ કેવી રીતે દખલ કરી ?

જવાબ: મારા ડાઇવોર્સને આમ આદમી પાર્ટીએ પોલિટિક્સનો મુદ્દો બનાવ્યો. મારા પર કલંક લાગે તેવા કાર્ય કર્યા. જેનાથી મારા ઘરના તમામ લોકો હેરાન થઈ ગયા.

પ્રશ્ન: આ મુદ્દે આપ આગળ શું કાર્યવાહી કરશો ?

જવાબ: મારી પાસે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પુરાવાઓ છે. હું તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ. આ માટે મેં મારા ભાઈ સમાન રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મદદ માંગી છે.

પ્રશ્ન: ભાજપે ઇસુદાન ગઢવી સામે છેડતીના આક્ષેપ કર્યા છે. શું આપને તે સત્ય લાગે છે ?

જવાબ: આમ આદમી પાર્ટીએ જ્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમનો ઘેરાવો કર્યો એ ઘટના વખતે હું હાજર હતી નહીં. તેથી આ વિશે હું કશું કહી શકું નહીં.

આ પણ વાંચો: સુરતમાં 30 વોર્ડની 120 બેઠક માટે ભાજપમાં 1949 લોકોએ દાવેદારી નોંધાવી

આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

ભાજપમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોને (5 corporators of Surat Municipal Corporation joined BJP) ભાજપમાંથી ટિકિટની ઈચ્છા હોય તે દેખીતું છે. પરંતુ રૂતા કાકડીયા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોતાના અપમાનનો બદલો લેવા ભાજપમાં જોડાયા હોય તેવું દેખાઇ આવતું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.