ETV Bharat / city

ટોરેન્ટ ગેસના 42 CNG સ્ટેશન અને 3 સિટી ગેસ સ્ટેશનો દેશને સમર્પિત

કેન્દ્રીય પેટ્રોલિયમ, નેચરલ ગેસ એન્ડ સ્ટીલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે એટલે કે મંગળવારે દિલ્હી વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોરેન્ટ ગેસના 42 CNG સ્ટેશન અને 3 સિટી ગેટ સ્ટેશન (CGS) દેશને અર્પણ કર્યા હતા. આ CNG સ્ટેશનો વિવિધ રાજ્યોમાં સ્થિત છે. જેમાં ઉત્તરપ્રદેશમાં 14, મહારાષ્ટ્રમાં 8, ગુજરાતમાં 6, પંજાબમાં 4 તથા તેલંગાણા અને રાજસ્થાનમાં 5-5 છે. સિટી ગેટ સ્ટેશનોમાં ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં 1-1 સામેલ છે.

author img

By

Published : Oct 7, 2020, 2:42 AM IST

ટોરેન્ટ ગેસના 42 CNG સ્ટેશન અને 3 સિટી ગેસ સ્ટેશનો દેશને સમર્પિત
ટોરેન્ટ ગેસના 42 CNG સ્ટેશન અને 3 સિટી ગેસ સ્ટેશનો દેશને સમર્પિત

અમદાવાદઃ કેન્દ્રીય પેટ્રોલિયમ, નેચરલ ગેસ એન્ડ સ્ટીલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે એટલે કે મંગળવારે દિલ્હી વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોરેન્ટ ગેસના 42 CNG સ્ટેશન અને 3 સિટી ગેટ સ્ટેશન (CGS) દેશને અર્પણ કર્યા હતા. આ CNG સ્ટેશનો વિવિધ રાજ્યોમાં સ્થિત છે. જેમાં ઉત્તરપ્રદેશમાં 14, મહારાષ્ટ્રમાં 8, ગુજરાતમાં 6, પંજાબમાં 4 તથા તેલંગાણા અને રાજસ્થાનમાં 5-5 છે. સિટી ગેટ સ્ટેશનોમાં ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં 1-1 સામેલ છે.

અમદાવાદ- 42 CNG સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવાની સાથે ટોરેન્ટ ગેસે ટૂંકા ગાળામાં 100 CNG સ્ટેશનો કાર્યરત કરવાનું મોટું સીમાચિહ્ન સર કર્યું છે. 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 32 જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક પાથરવાનો અધિકાર ધરાવતી ટોરેન્ટ ગેસ એના સેગમેન્ટમાં સૌથી વધુ ઝડપથી વિકસતી CGD કંપનીઓ પૈકીની એક છે તથા એની વૃદ્ધિ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક એમ બન્ને રીતે થઈ છે. ટૂંક સમયમાં ટોરેન્ટ ગેસ ચેન્નાઈમાં CNG અને PNG ઉપલબ્ધ કરાવશે. જે એકમાત્ર મેટ્રો સિટી છે, જ્યાં CNG અને PNG હજુ સુધી પહોંચ્યું નથી.

ટોરેન્ટ ગેસ જે ઝડપ સાથે CNG સ્ટેશનો સ્થાપિત કરી રહી છે અને દેશમાં CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે એની સવિશેષ પ્રશંસા કરીને ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, ટોરેન્ટ ગેસની આ સફળતા ખરેખર પ્રશંસનીય છે. કારણ કે, કંપનીએ 2 વર્ષથી ઓછા સમયગાળામાં 100 CNG સ્ટેશન ઊભા કરવાનું સીમાચિહ્ન સર કર્યું છે. જે અન્ય કંપનીઓ માટે અનુકરણીય છે. અપકન્ટ્રી રિજનમાં કુદરતી ગેસ ઉપલબ્ધ થવાથી ગ્રાહકોને આ સ્વચ્છ અને સસ્તી ઊર્જા સ્વીકારવા પ્રોત્સાહન મળશે. જેનાથી પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે અને નાગરિકોને લાભ થશે. ભારત સરકાર દેશમાં આગામી 4થી 5 વર્ષમાં CNG સ્ટેશનની હાલની સંખ્યા અંદાજે 3,000થી વધારીને 10,000 કરવાનો ઇરાદો ધરાવે છે.

આ પ્રસંગે ટોરેન્ટ ગેસના ડાયરેક્ટર જિનલ મહેતાએ કહ્યું હતું કે, ટોરેન્ટ ગેસ દેશમાં CNG અને PNG વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવાના એના અભિયાન પ્રત્યે પ્રતિબદ્ધ છે. જેથી ભારત સરકારના વર્ષ 2030 સુધીમાં ભારતીય ઊર્જા ક્ષેત્રમાં કુદરતી ગેસનો હિસ્સો 6.2 ટકાથી વધીને 15 ટકા થાય એવા વિઝનને સાકાર કરવા પ્રદાન કરી શકે. કુદરતી ગેસની વ્યાપક ઉપલબ્ધતા આ વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રદાન કરશે એવી અપેક્ષા છે. ટોરેન્ટ ગેસનો આશય આગામી 5 વર્ષમાં દેશમાં CGD માળખું ઊભું કરવા રૂપિયા 8,000 કરોડનું કુલ રોકાણ કરવાનું છે. જેમાંથી રૂપિયા 1,050નું રોકાણ થઈ ગયું છે. કોવિડ-19 રોગચાળાથી ઊભા થયેલા નિયંત્રણો વચ્ચે પણ ટોરેન્ટ ગેસ પ્રમાણમાં ટૂંકા ગાળામાં 100 CNG સ્ટેશન સ્થાપિત કરવા સક્ષમ છે. અત્યારે અમે માર્ચ 2021 સુધી 200 CNG સ્ટેશનો સ્થાપિત કરવાના અને માર્ચ 2023 સુધીમાં 500 CNG સ્ટેશનો સ્થાપિત કરવાનાં નજીકના લક્ષ્યાંકને પાર પાડવા કામ કરી રહ્યાં છીએ.

સમગ્ર દેશમાં સ્વચ્છ અને વાજબી CNG અને PNGની ઉપલબ્ધતા ઊર્જાની પર્યાપ્તતા માટે અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા પેરિસ સમજૂતી અંતર્ગત ભારતની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. CNG સ્ટેશનો લોન્ચ કરવા ઉપરાંત ટોરેન્ટ ગેસ CNG અંગે જાગૃતિ લાવવા મોટા પાયે રોકાણ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.