- વાસણામાં 14માં માળેથી કુદીને શિક્ષકે કર્યો આપઘાત
- મૃતક કોચિંગ ક્લાસમાં શિક્ષક હતા
- મોતની છલાંગ સીસીટીવી કેમેરામાં થઇ કેદ
- કોચિંગ ક્લાસના શીક્ષકે લગાવી મોતની છલાંગ
અમદાવાદઃ શહેરના વિશાલા સર્કલ પાસેની બિલ્ડીંગ પરથી પાર્થ જયંતીભાઈ ટાંક નામના 40 વર્ષીય વ્યક્તિએ કુદકો મારી આત્મહત્યા કરતા ચકચારી મચી ગઈ છે. મૃતક વાસણા અને આસપાસના વિસ્તારમાં કોચિંગ ક્લાસ ચલાવતા હતા. સોમવારના રોજ રાબેતા મુજબ તેઓ તેમના જીમ પર આવ્યા હતા તે બાદ તે જ બિલ્ડીંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી.
સીસીટીવીમાં મોતની છલાંગ કેદ
મૃતક પાર્થ ટાંકે જયારે મોતની છલાંગ લગાવી તે દરમિયાનના બિલ્ડીંગના એક સીસીટીવીમાં આ છલાંગ કેદ થઇ હતી. સમગ્ર મામલે વાસણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં બીમારીને કારણે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.