ETV Bharat / city

અમદાવાદમાં નોકરીની લાલચે 3.95 લાખની છેતરપિંડી

શહેરમાં સાયબર ક્રાઇમના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની પાછળનું એક કારણ ભોગ બનનારની લાલચ પણ છે. શહેરમાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકને ONGCમાં નોકરી મેળવવાની લાલચ આપીને યુવક સાથે 3.95 લાખની છેતરપીંડી કરાઇ છે.

સાઇબર ક્રાઇમ સેલ અમદાવાદ
સાઇબર ક્રાઇમ સેલ અમદાવાદ
author img

By

Published : Feb 4, 2021, 1:46 PM IST

  • નોકરીની લાલચ પડી ભારે
  • ONGCમાં નોકરીની લાલચે 3.95 લાખ ભર્યા
  • 22થી વધુ વખત બેન્કમાં પૈસા ભર્યા

અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા જતીન પટેલ નોકરીની શોધખોળ કરતો હતો. ત્યારે તેના કાકાએ મનુભાઈ નામની વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. જેથી જતીને મનુભાઈ નામની વ્યક્તિને કોલ કર્યો હતો. મનુભાઈએ જતીનને નોકરીની લાલચ આપી હતી. જેમાં જતીનને ONGCમાં નોકરી જોઈતી હોય તો 60,000 ભરવાના રહેશે. એક દિવસ જતીન પર ONGCમાંથી બોલું છું તેમ કરીને એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેને કોલ લેટર માટે 20,000 અને 40,000 ભરવા પડશે તેમ કહીને અનેક વખત પૈસા ભરાવ્યાં હતા.આમ કુલ 22 વખત મળીને 3.95 લાખ ભર્યા હતા.

ફોન બંધ આવતા સાયબરક્રાઇમમાં ફરિયાદ

અંતે 40,000 ભરવાનું કહેતા જતીને ના પાડી દીધી હતી. ત્યારબાદમાં કોલ કરતા સામે વાળાનો ફોન બંધ આવતો હતો. પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાનું જતીનને જણાતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.