- રાજ્યમાં કોરોનાના કેસમં સતત વધારો થઈ રહ્યો છે
- કોરોનાના કારણે છેલ્લા 34 કલાકમાં રાજ્યમાં 3ના મોત થયા
- છેલ્લા 24 કલાકમાં 775 દર્દીઓએ કોરોનાને આપે મ્હાત
અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે રાજ્યમાં કોરોનાના 1122 કેસ નોંધાયા છે. 775 દર્દીઓને રજા આપવામાં આવી છે અને આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 96.54 ટકા નોંધાયો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે.
આ પણ વાંચોઃ રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસમાં વધારો, જિલ્લામાં 50 ધન્વંતરી રથ શરૂ કરાયા
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં હાલ કુલ 5,310 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 5,249 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,71,433 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4,430 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 315 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 264, વડોદરામાં 97, રાજકોટમાં 88 કેસ નોંધાયા છે. રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 22,71,145 વધુ અને બીજા ડોઝમાં 5,54,662 લોકોએ કોરોના રસીના ડોઝ લીધા છે.
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશ્નરે લોકોને કોરોના અંગે તમામ તકેદારી રાખવાની કરી અપીલ