- PSI અને કોન્સ્ટેબલની પરીક્ષાના નિયમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો
- લીમીટેડ સંખ્યાને જ પ્રીલિમનરી પરીક્ષા માટે એપ્રુવ મળતા કોર્ટમાં પહોંચ્યો મામલો
- કોર્ટે સરકારને કર્યો સવાલ
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ(gujarat high court) માં PSI અને કોન્સ્ટેબલની પરીક્ષાના નિયમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કુલ 103 જેટલા ઉમેદવારોએ PSI અને કોન્સ્ટેબલની પરીક્ષામાં શારીરિક પરીક્ષામાં નક્કી કરેલા માપદંડ મુજબ ઉત્તીર્ણ હોવા છતાં માત્ર અમુક જ ઉમેદવારોને પ્રિલિમનરી પરીક્ષામાં બેસવા માટેની પસંદગી આપવામાં આવી રહી છે. જેને લઇ આજે કોર્ટમાં સુનાવણી થઇ હતી. જોકે, વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે.
રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા કોર્ટ પાસેથી સમય માંગ્યો
અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જો ઉમેદવારોએ શારીરિક કસોટીના ઓછામાં ઓછા આપેલા માર્ક્સ મેળવ્યા હોય તો તેમને પ્રિલિમનરી પરીક્ષામાં બેસવા દેવા જોઈએ. આ સામે નામદાર હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો. જો ફિઝિકલ, પ્રીલિમનરી અને મેઇન્સ ત્રણ પરીક્ષાના માર્ક્સની ગણતરી કરીને મેરીટ લિસ્ટ બહાર પડવાનું હોય તો ફિઝિકલ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રિલિમ્સ આપવાથી કઈ રીતે રોકી શકાય? જોકે, આ મુદ્દે રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો.
શારીરિક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારને કઈ રીતે પરીક્ષા આપતા અટકાવી શકાય
અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જો ઉમેદવારોએ શારીરિક કસોટીના ઓછામાં ઓછા આપેલા માર્ક્સ મેળવ્યા હોય તો તેમને પ્રિલિમનરી પરીક્ષામાં બેસવા દેવા જોઈએ. આ સામે નામદાર હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, જો ફિઝિકલ, પ્રીલિમ્નરી અને મેઇન્સ ત્રણેય પરીક્ષાના માર્ક્સની ગણતરી કરીને મેરીટ લિસ્ટ બહાર પડવાનું હોય તો ફિઝિકલ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રિલિમ્સ આપવાથી કઈ રીતે રોકી શકાય? જોકે, આ મુદ્દે રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં અર્નબની જામીન અરજી પર સુનાવણી, કોર્ટે પોલીસ પર કરી તીવ્ર ટિપ્પણી
પરીક્ષાની પેટર્ન બદલાઈ છે
રાજ્યમાં પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતી માટે ની પરીક્ષા હવે યોજાવાની છે જોકે કોરોનાના કારણે ફીઝીકલ ટેસ્ટને પોસ્ટપોન્ડ કરાઈ છે. પોલીસ સબ ઇન્સપેક્ટર અમે કોન્સ્ટેબલની ભરતી માટે ઉમેદવારો શારીરિક, પ્રિલિમ્સ અને મેઇન્સ એમ ત્રણ પ્રકારની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી પહેલા ફીઝીકલ પરીક્ષા અને જો તેમાં પાસ થાય તો પ્રિલીમ પરીક્ષા અને ત્યારબાદ મેઇન્સ પરીક્ષા આપવાની હોય છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોટી માહિતી આપનારા ઉમેદવારો સામે પગલાં લેવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ
બોર્ડએ નક્કી કરીને નિર્ણય લીધો છે
આજે થયેલી સુનાવણીમાં અરજદારોની રજૂઆત હતી કે, ફીઝીકલ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારમાં પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવે છે. જેથી પ્રિલીમ પરીક્ષા માટે ઉમેદવાર ઘટી જાય. જોકે, સરકાર તરફથી આ મામલે દલીલ કરવામાં આવી હતી કે હાલ પરીક્ષાની પેટર્ન બદલાઈ છે. પહેલા અમે પ્રિલીમ, મેઇન્સ અને પછી ફીઝીકલ પરીક્ષા લેતા હતા. હવે પહેલા ફીઝીકલ પરીક્ષા લઈએ છીએ. જેથી ઉમેદવારનું ભારણ વધી જાય. અમે કોવિડમાં ફીઝીકલ પરીક્ષા લીધી નથી. એ ક્યારે લેવાશે એ પણ અત્યારે કહી નહી શકાય. આ બાબત બોર્ડએ નક્કી કરીને નિર્ણય લીધો છે. વધુમાં સરકારનો પક્ષ મુકતા મનીષા લવકુમારે કોર્ટમાં જણાવ્યું હતું કે, મારુ માનવું છે કે, આ પિટિશનમાં અરજદારની માગ ઉચિત નથી.