અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત પણ ઘટાડા (Stock Market India) સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 272.92 પોઈન્ટ (0.43 ટકા)ના ઘટાડા સાથે 62,561.68ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 93.30 પોઈન્ટ (0.50 ટકા) તૂટીને 18,607.75ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે એચડીએફસી (HDFC), ટીવીએસ મોટર કંપની (TVS Motor Company), બજાજ કન્ઝ્યૂમર કેર (Bajaj Consumer Care), બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ (BCL Industries), ધુનસરી ટી ઇન્ડસ્ટ્રી (Dhunseri Tea Industries), કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન (Kalpataru Power Transmission), ગુજરાત ફ્લોરોકેમ (Gujarat Fluorochem).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 94.50 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.29 ટકાના ઘટાડા સાથે 27,902.11ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. ઉપરાંત હેંગસેંગ 0.99 ટકાના ઘટાડા સાથે 19,324.57ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.54 ટકા તૂટ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.07 ટકાના વધારા સાથે 3,214.01ના સ્તર પર જોવા મળી રહ્યો છે.