અમદાવાદ વૈશ્વિક શેરબજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 204.05 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 59,753.98ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 63 પોઈન્ટ (0.35 ટકા) તૂટીને 17,799ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો ELSSs તમને ટેક્સ બચાવવા અને શેરબજારમાં રોકાણ કરવામાં મદદ કરે છે
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વી ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઈનાન્સ, રેલ વિકાસ નિગમ, એલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસીઝ, આનંદ રાઠી વેલ્થ, જીટીપીએલ હેથવે, ટેક મહિન્દ્રા.
આ પણ વાંચો Vegetables Pulses Price શાકભાજીના ભાવમાં સામાન્ય વધારો
વૈશ્વિક બજારની સ્થિતિ એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટીમાં 0.25 ટકાના વધારા સાથે તેજી જોવા મળી રહી છે. નિક્કેઈ 269.86 પોઈન્ટના ઘટાડા સાથે 26,179.96ના સ્તર પર જોવા મળી રહ્યો છે. હેંગસેંગ 35.32 પોઈન્ટના વધારા સાથે 21,549.42ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. શાંઘાઈ કોમ્પોઝિટ 17.64 પોઈન્ટના વધારા સાથે 3,181.09ના સ્તર પર જોવા મળી રહ્યો છે.