અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 1,068.31 પોઈન્ટ (1.87 ટકા)ના વધારા સાથે 58,303.64ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 295 પોઈન્ટ (1.73 ટકા)ના ઉછાળા સાથે 17,309.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે તાતા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સ (Tata Steel Long Products), એચડીએફસી લાઈફ (HDFC Life), કૉલ ઇન્ડિયા (Coal India), પાવર મેચ (Power Mech).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં (World Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 331 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 3.38 ટકાના વધારા સાથે 27,124.59ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.14 ટકા ઉછળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 2.76 ટકાના ઉછાળા સાથે 13,163.83ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ 3.09 ટકાના વધારા સાથે 16,895.91ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 2.60 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 1.45 ટકાના વધારા સાથે 3,060.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.