ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં સતત બીજા દિવસે મંદી, સેન્સેક્સ 326 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 326.23 પોઈન્ટ અને નિફ્ટી 88.75 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Stock Market India: માર્કેટમાં સતત બીજા દિવસે મંદી, સેન્સેક્સ 326 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: માર્કેટમાં સતત બીજા દિવસે મંદી, સેન્સેક્સ 326 પોઈન્ટ તૂટ્યો
author img

By

Published : Feb 28, 2023, 4:09 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 326.23 પોઈન્ટ (0.55 ટકા) તૂટીને 58,962.12ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 88.75 પોઈન્ટ (0.51 ટકા)ના ઘટાડા સાથે 17,303.95ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ Stock markets ups and downs: શેરબજારોમાં થતા ઉતાર-ચઢાવની અસર તમારા રોકાણો પર થતા કઈ રીતે બચાવશો

માર્કેટની સ્થિતિઃ ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે બજારમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી સતત 8મા દિવસે ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટીમાં 4 વર્ષ પછી સતત 8મા સત્રમાં દબાણ જોવા મળ્યું હતું. ત્યારે 5 સત્રોમાં ઘટાડા પછી મિડકેપમાં રિકવરી આવી છે. જ્યારે ફાર્મા, એનર્જી, મેટલ, આઈટી શેર્સમાં વેચવાલી જોવા મળી છે. તો ઈન્ફ્રા, એફએમસીજી શેર્સ પર દબાણ જોવા મળ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી વેચવાલી આંકડાથી પહેલાં ઑટો શેર્સમાં તેજી જોવા મળી છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ 14.27 ટકા, અદાણી પોર્ટ્સ 5.42 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.87 ટકા, બ્રિટાનિયા 1.67 ટકા, પાવરગ્રિડ કોર્પ 1.39 ટકા.

આ પણ વાંચોઃ Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં ગૃહિણીઓને રાહત

સૌથી વધુ ગગડેલા શેર્સઃ સિપ્લા -4.61 ટકા, હિન્દલ્કો -3.06 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ -2.36 ટકા, ઓએનજીસી -2.06 ટકા, તાતા સ્ટીલ -2.03 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.