અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 878.88 પોઈન્ટ (1.40 ટકા)ના ઘટાડા સાથે 61,799.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 245.40 પોઈન્ટ (1.32 ટકા) તૂટીને 18,414.90ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બ્રિટેનિયા (Britannia) 1.26 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 0.86 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 0.30 ટકા, એનટીપીસી (NTPC) 0.29 ટકા, સન ફાર્મા (Sun Pharma) 0.19 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.98 ટકા, ટાઈટન કંપની (Titan Company) -2.64 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.46 ટકા, એચડીએફસી (HDFC) -2.09 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.96 ટકા.