અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારમાં (Stock Market India) મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 412.96 પોઈન્ટ (0.68 ટકા)ના ઘટાડા સાથે 59,934.01 સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 126.35 પોઈન્ટ (0.70 ટકા) તૂટીને 17,877.40ના સ્તર સાથે બંધ થયો છે. આ સાથે જ શેરબજારમાં સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000ની સપાટીની નીચે ગગડી ગયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 2.70 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 2.27 ટકા, અદાણી પોર્ટ્સ (Adani ports) 2.18 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 2.17 ટકા, એનટીપીસી (NTPC) 1.60 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -3.98 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.89 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.84 ટકા, સિપ્લા (Cipla) -2.51 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.15 ટકા.