ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 316 પોઈન્ટ તૂટ્યો - Stock Market India closed with down on Friday

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 316.94 પોઈન્ટ અને નિફ્ટી 91.60 પોઈન્ટના ઘટાડા બંધ થયો હતો.

Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 316 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Feb 17, 2023, 4:10 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 316.94 પોઈન્ટ (0.52 ટકા) ગગડીને 61,002.57ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91.60 પોઈન્ટ (0.51 ટકા)ના ઘટાડા સાથે 17,944.20ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં સામાન્ય ઉથલપાથલ

નિષ્ણાતના મતેઃ ટ્રેડબૂલ્સના સિનિયર એનાલિસ્ટ ભાવિક પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સપ્તાહના છેલ્લા દિવસે સ્પષ્ટપણે વેચવાલી દબાણ સાથે ભારતીય બજાર તેના વૈશ્વિક સમકક્ષોના પગલે ચાલ્યું હતું. સતત ઊંચા ફૂગાવા સામે લડવા 50 બેઝીસ-પોઈન્ટ વ્યાજ દરમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે તેવી ફેડરલ રિઝર્વના 2 અધિકારીઓની ટિપ્પણી પછી વૈશ્વિક સૂચકાંકો નબળા ટ્રેડ થઈ રહ્યા હતા. ડાઉનસાઈડ પર 17,710 એક મહત્વપૂર્ણ મિડરેન્જ સપોર્ટ રહે છે, જેની નીચે બૂલિશ મોડને રદબાતલ ગણવો, આક્રમક સ્થિતિ ટાળવી.

SEBIની સલાહઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)એ મ્યુચ્યૂઅલ ફંડ ઈન્ડસ્ટ્રીથી જીએસટી અને ટ્રાન્ઝેક્શન ખર્ચને કુલ એક્સપેન્સ રેશિયોમાં સામેલ કરવા કહ્યું છે. આ એક્સપેન્સ રેશિયો મ્યુચ્યૂઅલ ફંડ્સ માટે હશે. આ માટે સેબીએ મ્યુચ્યૂઅલ ફંડ્સ, એસોસિએશન ઑફ મ્યુચ્યૂઅલ ફંડ્સ ઑફ ઈન્ડિયા (AMFI)ની સાથે કુલ એક્સપેન્સ રેશિયો અને તાર્કિક બનાવવા માટે બેઠક કરી છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ લાર્સન 2.21 ટકા, બીપીસીએલ 1.84 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.76 ટકા, એશિયન પેઈન્ટ્સ 0.99 ટકા, કૉલ ઈન્ડિયા 0.95 ટકા.

આ પણ વાંચોઃ Gold Silver price : સોના ચાંદીના ભાવમાં આશિંક વધારો

સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ -4.11 ટકા, નેશલે -3.10 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -2.93 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ -2.08 ટકા, એચડીએફસી લાઈફ -2.01 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.