ETV Bharat / business

Stock Market India માર્કેટમાં છેલ્લા દિવસે કડાકો, સેન્સેક્સ 60000ની નીચે પહોંચ્યો

ભારતીય શેરબજાર આજે છેલ્લા દિવસે (Stock Market India) પણ ઘટાડા સાથે બંધ થતા રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી. આ સાથે જ સેન્સેક્સ (Bombay Stock Market News) 60,000 અને નિફ્ટી (National Stock Market News) 18,000ની નીચે પહોંચી ગયો છે. તો હવે આવતા સપ્તાહે શેરબજારમાં તેજી જોવા મળે તેવી આશા રોકાણકારો સેવી રહ્યા છે.

Etv BharatStock Market India માર્કેટમાં છેલ્લા દિવસે કડાકો, સેન્સેક્સ 60000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Jan 6, 2023, 3:51 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) કડાકા સાથે બંધ થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Market News) 452.90 પોઈન્ટ તૂટીને 59,900.37ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Market News) 132.7 પોઈન્ટ (0.74 ટકા)ના ઘટાડા સાથે 17,859.45ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ
માર્કેટની આજની સ્થિતિ

નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, FII છેલ્લા 10 સત્રોથી સતત વેચવાલી દર્શાવી છે, જે બજાર માટે મોટું નેગેટિવ પરિબળ છે. ગયા કેલેન્ડરમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહેલું આપણું બજાર હાલમાં હરિફ બજારો અને ખાસ કરીને એશિયન બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. આ સૂચવે છે કે, FIIના નાણાં ભારતના ઓવરવેલ્યુડ માર્કેટમાંથી સસ્તા બજારોમાં જઈ રહ્યાં છે.

આ પણ વાંચો કેટલીક કર બચત યોજનાઓ તમારી નાણાકીય યોજનાઓને પાટા પરથી ઉતારે છે

માર્કેટમાં નરમાઈ ચાલુ રહે તેવી શક્યતા તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક બજાર માટે પોઝિટીવ પરિબળમાં ક્રૂડના ભાવ છે. DTI ક્રૂડ પ્રાઈસ 74 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવે છે. જ્યાં સુધી બજારમાં કોઈ ખાસ રિવર્સલ નહીં જોવા મળે ત્યાં સુધી માર્કેટમાં નરમાઈ ચાલુ રહે તેવી શક્યતા છે. ત્યાં સુધી ઉછાળે વેચવાની સ્ટ્રેટેજી જાળવવાની રહેશે. તો નિફ્ટીમાં 17,670ની સપાટીએ મહત્વનો સપોર્ટ રહેલો છે. તેની નીચે 200 ડીએમએનો 17,480નો સપોર્ટ રહેલો છે.

આ પણ વાંચો અવિરત ડિજિટલ વ્યવહારોનો આનંદ માણવા માટેની ટિપ્સ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બ્રિટેનિયા (Britannia) 1.11 ટકા, એમ એન્ડ એમ (M&M) 0.89 ટકા, રિલાયન્સ (Reliance) 0.86 ટકા, ઓએનજીસી (ONGC) 0.72 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 0.63 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ જેએસડબ્લ્યુ સ્ટિલ (JSW Steel) -3.16 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -2.94 ટકા, ટીસીએસ (TCS) 2.94 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.61 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.59 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.