ETV Bharat / business

Stock Market India માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 187 પોઈન્ટ તૂટ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારમાં (Stock Market India) કડાકો જોવા મળ્યો હતો. તેના કારણે રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 150થી વધુ અને નિફ્ટી (National Stock Exchange News) 50થી વધુ પોઈન્ટ નીચે ગગડ્યો હતો.

Stock Market India માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 187 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Jan 19, 2023, 3:48 PM IST

અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 187.31 પોઈન્ટ (0.31 ટકા)ના ઘટાડા સાથે 60,858.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 57.50 પોઈન્ટ (0.32 ટકા) તૂટીને 18,107.85ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો Contingency Fund: આકસ્મિક ભંડોળ તમારી જરૂરી જરૂરિયાતો માટે છે, લક્ઝરી માટે નહીં

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ કૉલ ઇન્ડિયા 3.04 ટકા, યુપીએલ 2.03 ટકા, ઓએનજીસી 1.74 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 1.04 ટકા, બીપીસીએલ 0.97 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ અદાણી એન્ટરપ્રાઈઝ -3.80 ટકા, એશિયન પેઈન્ટ્સ -2.55 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -2.06 ટકા, ટાઈટન કંપની -1.82 ટકા, કોટક મહિન્દ્રા -1.69 ટકા.

કોહીનૂર ફૂડ્સના શેર્સમાં 12 ટકા ઉછાળો કોહીનૂર ફૂડ્સના શેર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. સારી ખરીદીના કારણે આ શેર્સમાં બુધવારે અપર સર્કિટ પણ જોવા મળ્યો હતો. આજે પણ તે લગભગ 12 ટકાથી વધુની તેજી સાથે વેપાર કરી રહ્યો છે. તો છેલ્લા 5 દિવસમાં આ શેર્સે રોકાણકારોને 36 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. ગયા વર્ષે આ શેર્સે રોકાણકારોને લગભગ 860 ટકા જેટલું જોરદાર રિટર્ન આપ્યું છે. જ્યારે તે દરમિયાન નિફ્ટીમાં માત્ર 1 ટકા જેટલી તેજી જોવા મળી છે.

આ પણ વાંચો Budget 2023: બજેટ પહેલા અપેક્ષાઓનો જોર, બજારમાં તેજી જોવા મળશે

અતુલ ઑટોના શેર્સમાં ઉછાળો અતુલ ઑટોના શેર્સ ઈન્ટ્રાડેમાં 7 ટકા ઉછળ્યો છે અને આ શેર 362.70 રૂપિયાના પોતાના 3 વર્ષના હાઈની સપાટીને અડતો જોવા મળ્યો હતો. ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં પગ રાખવાની જાહેરાત પછી એક સપ્તાહમાં આ સ્ટોક્સે 29 ટકા કૂદકો લગાવ્યો છે.

કેન્દ્રિય બજેટ પર નજર કેન્દ્રિય બજેટ આવવામાં હવે 13 દિવસથી પણ ઓછા દિવસ બાકી છે. ત્યારે હવે ઈન્ડસ્ટ્રીઝને આશા છે કે, સરકાર આ બજેટમાં હાઉસિંગ સેક્ટર પર ફોકસ વધારશે. કેટલીક રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ મૂક્યો છે. તેવામાં આશા છે કે, કેન્દ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવી જોઈએ. આ સ્ટેમ્પ ડ્યૂટી ઘટવાથી ઘરોની માગ વધશે. હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સ રાહત લિમિટ 5 લાખ સુધી વધશે. જ્યારે ફર્નિચર સેગમેન્ટમાં PLI સ્કીમ લાવવાની જરૂર છે. આ સ્કીમ આવવાથી ફર્નિચર સેગમેન્ટમાં ભારત નિકાસકાર બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.