અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 448.96 પોઈન્ટ (0.76 ટકા)ના વધારા સાથે 59,411.08ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 146.95 પોઈન્ટ (0.85 ટકા)ની તેજી સાથે 17,450.90ના સ્તર પર બંધ થયો છે. આ સાથે રોકાણકારોના ચહેરા પર ખુશી પરત આવી હતી.
આ પણ વાંચોઃ Health insurance : તબીબી ખર્ચ માટે હેલ્થ ઈન્સ્યોરન્સને કેવી રીતે પસંદ કરશો, જાણો
માર્કેટની આજની સ્થિતિઃ મિડકેપ, સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી છે. જ્યારે મેટલ, બેન્કિંગ, આઈટી શેર્સમાં ખરીદી જોવા મળી હતી. બીજી તરફ રિયલ્ટી, પીએસઈ, ઑટો શેર્સમાં તેજી આવી છે. તો એનર્જી, ઈન્ફ્રા, એફએમસીજી ઈન્ડેક્સ વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ 14.70 ટકા, હિન્દલ્કો 3.47 ટકા, યુપીએલ 2.75 ટકા, એસબીઆઈ 2.66 ટકા, એક્સિસ બેન્ક 2.49 ટકા.
આ પણ વાંચોઃ Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવ થોડા ઉપર નીચે
સૌથી વધુ ગગડેલા શેર્સઃ બ્રિટેનિયા -1.84 ટકા, પાવરગ્રિડ કોર્પ -1.51 ટકા, સિપ્લા -0.75 ટકા, બીપીસીએલ -0.46 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ -0.25 ટકા.