અમદાવાદ : શેરબજારમાં એકતરફી ઐતિહાસિક એકતરફી તેજી પછી આજે પ્રોફિટ બૂકિંગ આવ્યું હતું. જેને પગલે સેન્સેક્સ 440 પોઇન્ટ અને નિફ્ટી 118 પોઇન્ટ માઇનસ રહ્યાં હતાં. અમેરિકાની ફેડરલ રીઝર્વે ફરી એકવખત 0.25 ફેડ રેટમાં વધારો કર્યો છે. આમ અમેરિકાનો વ્યાજદર વધીને 5.25 - 5.50 ટકા થયો છે. જે 22 વર્ષની ટોચે પહોંચી ગયો છે. આ સમાચારના પગલે ભારતીય શેરબજારમાં પ્રોફિટ બૂકિંગ નીકળ્યું હતું.
![સેન્સેક્સની પટક પટક પટક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-07-2023/19111394_2.jpg)
અમેરિકાએ વ્યાજદરમાં વધારો કર્યો : સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ હાઇના લેવલ પર હતાં. તેમ જ અનેક શેરો હાઇપ્રાઇઝ ચાલી રહ્યાં હતાં. અમેરિકાએ વ્યાજદરમાં વધારો કરતાં હવે પછી અમેરિકાના વિદેશી ફંડોનું સેલિંગ પ્રેશર ભારતીય શેરબજારમાં આવશે તેવી ધારણાએ તેજીવાળા ઓપરેટરોએ ભારે વેચવાલી કાઢી હતી અને શેરોના ભાવ ઘટ્યાં હતાં. આજે બપોરે યુરોપીયન સ્ટોકમાર્કેટ પ્લસ હતાં તેમ છતાં ભારતીય શેરોમાં વેચવાલી અટકી ન હતી.
![નિફ્ટીનો આજનો ચાર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-07-2023/19111394_1.jpg)
ફાર્માસ્યૂટિકલ્સમાં તગડી ખરીદી : બજારમાં સૌથી વધુ વેચાયેલા શેરોમાં ઓટો અને બેંકિગ સેક્ટરના શેરો હતાં. જ્યારે ફાર્માસ્યૂટિકલ્સ અને રિયલ્ટી શેરોમાં તગડી ખરીદી જોવા મળી હતી. આ પહેલાં સ્ટોક માર્કેટમાં બુધવારે સતત ત્રણ દિવસની ઢીલી ચાલ પછી ગ્રીન માર્ક પર બંધ થયું હતું અને બીએસઈ સેન્સેક્સ 66,707 પર બંધ થયો હતો.
બીએસઇ સેન્સેક્સ : મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 440.38 ઘટી 66,266.82 પર બંધ રહ્યો હતો. તેમ જ નિફ્ટી ઇન્ડેક્સ 11.40 ઘટી 19,659.90 બંધ રહ્યો હતો.
સૌથી વધુ ઉંચકાયેલા શેરો : શેરમાર્કેટમાં આજે સૌથી વધુ ઉંચકાયેલા શેરો સિપ્લા (9.64 ટકા) સન ફાર્મા (2.06 ટકા) ડીવીલેપ્સ (1.67 ટકા) અને એપોલો હોસ્પિટલ (1.16 ટકા) રહ્યાં હતાં.
સૌથી વધુ ગગડેલા શેરો : આજે મુંબઇ શેરબજારમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા 6.31 ટકા ટેક મહિન્દ્રા 3.79 ટકા તાતા કોન્સ 2.73 ટકા અને બ્રિટાનિયા 2.21 ટકા રહ્યાં હતાં.
પોઝિટિવ વલણ : બુધવારે 26 જુલાઈએ શેરબજારે થોડી રિકવરી દર્શાવતાં તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. ગઇકાલે શેરબજાર બંધ થયું ત્યારે નિફ્ટી 97.70 પોઈન્ટના વધારા સાથે 19778.30 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો સેન્સેક્સ 351.49 પોઈન્ટના વધારા સાથે 66707.20 પર બંધ રહ્યો હતો. પણ બીજા દિવસે આજે શેરમાર્કેટમાં થોડું પોઝિટિવ વલણ જણાયું હતું કારણ કે રોકાણકારોની નજર યુએસ ફેડરલ બેઠકના પરિણામો પર હતી.