ETV Bharat / business

Share Market Update: શેરબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો - undefined

ચોથા સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. જ્યારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 131.32 પોઈન્ટ ઉપર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18,648.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Etv BharatShare Market Update
Etv BharatShare Market Update
author img

By

Published : May 30, 2023, 12:49 PM IST

મુંબઈ: વિદેશી ફંડોની સતત ખરીદીને કારણે શેરબજારોમાં મંગળવારે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં તેજી જારી રહી હતી. આ દરમિયાન BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 131.32 અંક વધીને 62,977.70 ના સ્તર પર પહોંચી ગયા છે. NSE નિફ્ટી 49.6 પોઈન્ટ વધીને 18,648.25 પર હતો. સોમવારે સેન્સેક્સ 344.69 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 62,846.38 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 99.30 પોઈન્ટ્સ અથવા 0.54 ટકાના ઉછાળા સાથે 18,598.65 પર બંધ થયો હતો.

નફાકારક અને ગુમાવનારા શેર: ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક, HCL ટેક્નોલોજીસ, NTPC, ટાઇટન, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સેન્સેક્સમાં મુખ્ય લાભાર્થીઓમાં હતા. બીજી તરફ નેસ્લે, ટાટા સ્ટીલ, HDFC, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને HDFC બેન્કમાં ઘટાડો થયો હતો. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. 1,758.16 કરોડના શેરની ખરીદી કરી હતી.

ડોલર સામે રૂપિયો: વિદેશમાં અમેરિકન ચલણ મજબૂત થવાને કારણે મંગળવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને 82.67 થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વિદેશી ભંડોળની ખરીદીએ રૂપિયાની ખોટ મર્યાદિત કરી છે. દરમિયાન, યુએસ પ્રમુખ જો બિડેન અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીએ રવિવારે દેશની દેવાની મર્યાદા વધારવા માટે અંતિમ સમજૂતી કરી હતી, જેણે ડોલરને મજબૂત બનાવ્યો હતો. બુધવારે આ કરાર પર મતદાન થવાની ધારણા છે.

યુએસ ડૉલરની સ્થિતિ: ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.63 પર ખૂલ્યો હતો અને પછી વધુ ઘટીને 82.69ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. પાછળથી, તે તેના અગાઉના બંધ ભાવ કરતાં ચાર પૈસાનો ઘટાડો નોંધાવીને 82.67 પર ટ્રેડ કરી રહ્યો હતો. સોમવારે અમેરિકન ચલણ સામે રૂપિયો 82.63 પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણો સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, 0.09 ટકા વધીને 104.30 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.61 ટકા ઘટીને બેરલ દીઠ 76.60 ડોલર હતો.

આ પણ વાંચો:

  1. Home Loan Transfer: હોમ લોન ટ્રાન્સફર માટે પસંદ કરી રહ્યા છો? તો આ બાબતોનું ધ્યાન રાખવું
  2. DEFICIENT MONSOON : નબળું ચોમાસું RBIની નાણાકીય નીતિને કેવી અસર કરશે, જાણો અહીં

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.