ETV Bharat / business

Share Market : શેરબજાર ખૂલતાંની સાથે જ કડાકો, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Feb 17, 2023, 12:24 PM IST

વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે શેરબજારની શરૂઆત થઈ હતી. સેન્સેક્સમાં 397.67 આંકનો ઘટાડો અને નિફ્ટીમાં 108.4 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો
સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: વૈશ્વિક બજારોમાં નબળાઈ વચ્ચે શુક્રવારે શરૂઆતના વેપારમાં ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 397.67 પોઈન્ટ ઘટીને 60,921.84 પોઈન્ટ્સ અને NSE નિફ્ટી 108.4 પોઈન્ટ ઘટીને 17,927.45 પર પહોંચ્યો હતો. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 44.42 પોઈન્ટ અથવા 0.07 ટકાના મામૂલી વધારા સાથે 61,319.51 પર બંધ થયો હતો. નિફ્ટી 20 પોઈન્ટ અથવા 0.11 ટકા વધીને 18,035.85 પર બંધ થયો હતો.

યુએસ બજારો ભારે ઘટાડા સાથે બંધ: ગુરુવારે યુએસ બજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.78 ટકા ઘટીને 84.48 ડોલર પ્રતિ બેરલ થયું છે. નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એચડીએફસી અને એચડીએફસી બેંક સેન્સેક્સમાં મુખ્ય નુકસાનકર્તા હતા. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને રિલાયન્સના ભાવો વધ્યા હતા. જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ચીન અન્ય એશિયન બજારોમાં નુકસાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

Adani Row: અદાણી ગ્રુપનો દાવો, કહ્યું અમારી બેલેન્સ સીટની સ્થિતિ સારી છે, રોકાણકારોને મળશે સારું વળતર

ડોલર સામે રૂપિયો આઠ પૈસા ઘટ્યો: અમેરિકન ચલણમાં મજબૂતાઈ અને સ્થાનિક શેરબજારોમાં સુસ્તી વચ્ચે શુક્રવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો આઠ પૈસા ઘટીને 82.78 થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.77 પર નબળો ખૂલ્યો હતો. પછીના વેપારમાં તે ઘટીને 82.78 ના સ્તરે પહોંચ્યો, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં આઠ પૈસા ઓછા છે.

RBI Digital Loan Policy: હવે લોનની ચુકવણી માટે પરેશાન થવાની જરુર નહીં, RBIએ બનાવ્યા નવા નિયમ

1,570.62 કરોડના શેરની ખરીદી: ગુરુવારે ડોલર સામે રૂપિયો 82.70 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન ડૉલર ઇન્ડેક્સ જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.40 ટકા વધીને 104.27 પર પહોંચ્યો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.79 ટકા ઘટીને બેરલ દીઠ 84.47 હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂપિયા 1,570.62 કરોડના શેરની ખરીદી કરી હતી.

(એજન્સી - ભાષા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.