ETV Bharat / business

Share Market India: શેરબજારમાં એક જ દિવસમાં મંદીનો U ટર્ન, કયા શેર્સે રોકાણકારોના ખિસ્સા કર્યા ખાલી, જૂઓ - ભારતની લક્ઝરી વોચ રિટેલર એથોસ લિમેટેડ આઈપીઓ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 276.46 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 72.95 પોઈન્ટ તૂટૂને બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં એક જ દિવસમાં મંદીનો U ટર્ન, કયા શેર્સે રોકાણકારોના ખિસ્સા કર્યા ખાલી, જૂઓ

author img

By

Published : May 11, 2022, 3:45 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ભલે સારી થઈ હોય, પરંતુ શેરબજાર (Share Market India) નબળાઈ સાથે બંધ થયું હતું. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 276.46 પોઈન્ટ (0.51 ટકા)ના ઘટાડા સાથે 54,088.39ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 72.95 પોઈન્ટ (0.45 ટકા) તૂટીને 16,167.10ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ઓએનજીસી (ONGC) 2.82 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 1.96 ટકા, ઈન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) 1.35 ટકા, સિપ્લા (Cipla) 1.19 ટકા, એચડીએફસી (HDFC) 1.04 ટકા.

આ પણ વાંચો- ગુજરાતની કંપની વિનસ પાઈપ્સનો IPO 11 મેના રોજ ખૂલશે, જાણો આઈપીઓ ભરવા જેવો છે કે નહી?

સૌથી વધુ ગગડેલા શેર્સ - શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -3.85 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.22 ટકા, લાર્સન (Larsen) -2.24 ટકા, એનટીપીસી (NTPC) -2.16 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -2.08 ટકા.

આ પણ વાંચો- ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

હવે આ કંપની લાવશે IPO - ભારતની લક્ઝરી વોચ રિટેલર એથોસ લિમેટેડ (Ethos Ltd) હવે IPO (India luxury watch retailer Athos Limited IPO) લાવશે. કંપનીનો IPO 18 મેએ ખૂલશે અને 20 મેએ બંધ થશે. જ્યારે આની એન્કર બુકિંગ 17 મેએ ખૂલશે. આ IPOના માધ્યમથી 26 મેના શેર્સની ફાળવણી થશે. જ્યારે 30 મેએ તેનું લિસ્ટિંગ થશે. આ IPOમાં 375 કરોડ રૂપિયાની ફ્રેશ વેલ્યુ છે. જ્યારે તેની ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર અને શેરહોલ્ડર્સ 11 લાખ શેર્સનું વેચાણ કરશે. કંપની આ IPOના માધ્યમથી 472 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. આ IPOથી મળનારા નાણાનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા, વર્કિંગ કેપિટલ જરૂરિયાતોને પૂરી પાડવી અને નવા સ્ટોર્સ ખોલવામાં કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.