અમદાવાદઃ સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) ના ઉછાળા સાથે 465.14 પોઈન્ટ (0.80 ટકા)ના વધારા સાથે 58,853.07ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 127.60 પોઈન્ટ (0.73 ટકા)ના 17,525.10ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને ઉછાળા સાથે થતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો-લોન લેતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - કૉલ ઇન્ડિયા (Coal India) 3.33 ટકા, એમ એન્ડ એમ (M&M) 3.14 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 2.94 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.53 ટકા, એનટીપીસી (NTPC) 2.60 ટકા.
આ પણ વાંચો- દેશની સૌથી મોટી બેન્ક SBIનને મોટું નુકસાન, નફામાં થયો કરોડોનો ઘટાડો
સૌથી વધુ ગગડેલા શેર્સ - બીપીસીએલ (BPCL) -3.26 ટકા, એસબીઆઈ (SBI) -1.96 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.54 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.50 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -1.20 ટકા.