અમદાવાદઃ અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 135.37 પોઈન્ટ (0.26 ટકા)ના ઘટાડા સાથે 51,360.42ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 67.10 પોઈન્ટ (0.44 ટકા)ની નબળાઈ સાથે 15,293.50ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આ આખું અઠવાડિયા દરમિયાન શેરબજાર ઘટાડા સાથે બંધ થતા રોકાણકારોના પૈસા ડૂબી ગયા હતા.
આ પણ વાંચો-શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના
નિષ્ણાતોના મતે - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે (Treadbulls Securities CMD Dinesh Thakkar) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંદીના ભય અને વૈશ્વિક નાણાકીય કડકાઈએ વૈશ્વિક બજારો પર નકારાત્મક અસર કરી છે અને ભારતીય સૂચકાંકો પણ તેમાંથી બચ્યા નથી. જોકે, ભારતીય બજાર હજી પણ લાંબાગાળાની સરેરાશથી ઉપર છે. જે દર્શાવે છે કે, આપણે મોટા વૈશ્વિક સાથીદારોને પાછળ રાખી રહ્યા છીએ. FPIs વેચાણ ચાલુ રાખશે. કારણ કે, યુએસ વ્યાજદરમાં 75 બીપીએસનો વધારો કરવામાં આવ્યો હતો અને આ રીતે રાહત રેલી કેપિંગ કરવામાં આવી હતી, જે ગમે ત્યારે ટૂંક સમયમાં અપેક્ષિત છે. આગળ જતાં બજાર નજીકના ગાળામાં અસ્થિર રહેવાની શક્યતા છે અને વૈશ્વિક સાથીઓની ચાલને પ્રતિબિંબિત કરવાની અપેક્ષા છે. IT અને ફાર્મા આવતા અઠવાડિયે નબળા વેપાર કરવાનું ચાલુ રાખી શકે છે, જ્યારે બેન્કિંગ શેર્સમાં થોડો બાઉન્સ બેક જોઈ શકાય કારણ કે તેઓ આકર્ષક વેલ્યૂએશન પર ટ્રેડ કરી રહ્યા છે.
આ પણ વાંચો- ભારતીય ફોરેક્સ રિઝર્વમાં 306 મિલિયન ડોલર ઘટીને ડોલર 601 બિલિયન ડોલરનો થયો ઘટાડો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.70 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 2.73 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 1.77 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 1.47 ટકા, રિલાયન્સ (Reliance) 1.25 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ - ટાઈટન કંપની (Titan Company) -5.76 ટકા, વિપ્રો (Wipro) -4.00 ટકા, બીપીસીએલ (BPCL) -3.35 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -3.23 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) -3.04 ટકા.