અમદાવાદ: ભારતીય શેરબજારમાં આજે મંગળવારે ઓગસ્ટ મહિનાનાફેલા કારોબારી દિવસે ટ્રેડિંગની શરૂઆત ફ્લેટ થઇ છે. બન્ને ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા પણ તેજી નહીંવત સમાન હતી. સવારે Sensex 66,532.98 જયારે Nifty 19,784.00 પર ખુલ્યો હતો. સેન્સેક્સ અને નિફટીમાં મામૂલી ચઢાવ જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 19,753 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
છેલ્લાં સત્રનો કારોબાર: મજબૂત સંકેતો અને કંપનીઓના વધુ સારા ત્રિમાસિક પરિણામોને કારણે રોકાણકારોની ખરીદીને કારણે બજારને વેગ મળ્યો હતો. જ્યારે મિડ-કેપમાં પણ ખરીદી જોવા મળી હતી. સોમવારે કારોબારને અંતે BSE સેન્સેક્સ 367 પોઈન્ટના ઉછાળા સાથે 66,527 પર બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 19,753 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સ: ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.08 ટકા વધીને 101.93 પર ટ્રેડ થયો હતો, જ્યારે એક ડૉલરનું મૂલ્ય 82.26 રૂપિયાની નજીક હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 701.17 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 31 જુલાઈના રોજ રૂ. 2,488.07 કરોડના શેરો ખરીદ્યા હતા.
વૈશ્વિક બજારના સંકેત: બજારને મજબૂત વૈશ્વિક સંકેતોથી સમર્થન મળી શકે છે. GIFT નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યો જે ફ્લેટ કારોબાર બાદ 19000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોથી લઈને અમેરિકન વાયદા બજારોમાં જોરદાર ખરીદી નોંધાઈ રહી છે. અગાઉ સોમવારે ભારતીય બજારો સકારાત્મક બંધ થયા હતા. BSE સેન્સેક્સ 367 પોઈન્ટ વધીને 66,527 પર બંધ રહ્યો હતો.
- ITR filing Last Date: અત્યાર સુધીમાં 6 કરોડ લોકોએ ભર્યા ટેક્સ રિટર્ન, જાણો ન ફાઈલ કરવાના ગેરફાયદા
- SemiconIndia Conference 2023: સેમિકન્ડક્ટર પર સરકાર કેમ આપી રહી છે આટલો ભાર, જાણો કેટલું મોટું છે તેનું માર્કેટ
- Bank Holiday in August: ઓગસ્ટમાં બેંકો આટલા દિવસ માટે બંધ રહેશે, અહીં રજાઓની સંપૂર્ણ યાદી જુઓ
- Bharat Gourav: બિઝનેસ ટાયકૂન રતન ટાટાનું થશે સન્માન, મળશે 'ભારત ગૌરવ' એવોર્ડ