નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફંડ આધારિત વ્યાજદરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તમામ મુદતની લોન માટેના આ વધારાને કારણે લોન લેનાર ગ્રાહકોનો માસિક હપ્તો વધશે. આ વ્યાજદરના વધારા સાથે જે ઋણધારકોએ ફંડના માર્જિનલ કોસ્ટ આધારિત વ્યાજ દર (MCLR) પર લોન લીધી છે, તેમના માસિક હપ્તા (EMI) વધશે. આનાથી તે ઋણધારકોને કોઈ ફરક પડશે નહીં જેમણે અન્ય પ્રમાણભૂત વ્યાજ દરે લોન લીધી છે.
નવા MCLR દર : SBI ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, સુધારેલ MCLR દર 15 જુલાઈથી લાગુ થશે. આ વધારા સાથે એક વર્ષ માટે ફંડ-આધારિત ધિરાણ દરની (MCLR) માર્જિનલ કોસ્ટ વધીને 8.55 ટકા થઈ ગઈ છે. અત્યાર સુધી ફંડ-આધારિત ધિરાણ દર 8.50 ટકા હતી. મોટાભાગની લોન એક વર્ષના MCLR દર સાથે જોડાયેલી છે. એક મહિના અને ત્રણ મહિના માટે MCLR અનુક્રમે 0.05 ટકા વધીને 8 ટકા અને 8.15 ટકા થયો છે. ઉલ્લેખનિય છે કે, 6 મહિનાનો MSLR 8.45 ટકા રહેશે.
MCLR કેટલો વધ્યો ? આ ઉપરાંત 2 વર્ષનો MCLR પણ 5bps વધીને 8.65 ટકા થયો છે. જ્યારે 3 વર્ષનો MCLR વધીને 8.75 ટકા થયો છે. 1 ઓક્ટોબર 2019 થી SBI સહિતની તમામ બેંકોએ માત્ર RBI ના રેપોરેટ અથવા ટ્રેઝરી બિલ યીલ્ડ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલા વ્યાજ દરે ધિરાણ આપતા હતા. જેના પરિણામ સ્વરૂપે બેંકો દ્વારા નાણાકીય નીતિના પ્રસારણને વેગ મળ્યો છે. મોનેટરી ટ્રાન્સમિશન પર એક્સટર્નલ બેન્ચમાર્ક આધારિત લોન પ્રાઇસિંગની રજૂઆતની અસર તમામ ક્ષેત્રોમાં અનુભવાઈ છે. જેમાં બાહ્ય બેન્ચમાર્ક આધારિત લોનની કિંમતો સાથે સીધી રીતે જોડાયેલા નથી.
SBI સ્ટોક : ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેંકે ભૂતકાળમાં તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા હતા. એવું નોંધવામાં આવી રહ્યું છે કે, SBI સ્ટોક ટૂંક સમયમાં મલ્ટીબેગર સ્ટોકમાં ફેરવાઈ શકે છે. કારણ કે, છેલ્લા 3 વર્ષમાં SBI ના શેરે 200% કરતા વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં SBI ના શેરમાં વળતર 30 ટકાની નજીક રહ્યું છે.