ETV Bharat / business

IRCTC Tour Packages : સાત જ્યોતિર્લિંગના દર્શન કરવાની સુવર્ણ તક, માત્ર આટલા રુપિયામાં ઘણી સુવિધાઓ

જો તમે રજાનું આયોજન કરી રહ્યા છો અથવા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગો છો, તો રેલવે 10 દિવસ અને 9 રાતનું અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. IRCTC ટૂર પેકેજો હેઠળ, તમે 7 જ્યોતિર્લિંગના દર્શન અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશો. આ પેકેજ વિશે વધુ માહિતી માટે સંપૂર્ણ સમાચાર વાંચો.

Etv BharatIRCTC Tour Packages
Etv BharatIRCTC Tour Packages
author img

By

Published : Jun 7, 2023, 1:50 PM IST

Updated : Jun 7, 2023, 2:38 PM IST

નવી દિલ્હી: ભારતીય રેલવે શિવભક્તો માટે જબરદસ્ત ટૂરિસ્ટ પેકેજ લાવ્યું છે. જેના દ્વારા તમે 7 જ્યોતિર્લિંગના દર્શનની સાથે અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. આ સમગ્ર યાત્રા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી, તમારી પાસે માત્ર 18466 રૂપિયામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો સુવર્ણ મોકો છે.

ક્યારે શરુ થાય છે આ યાત્રા: IRCTCએ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આ ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. જે 10 દિવસ અને 9 રાતનો હશે. ટૂર પેકેજ હેઠળની યાત્રા 22 જૂન, 2023ના રોજ ગોરખપુરથી શરૂ થશે, જેનું બુકિંગ સત્તાવાર વેબસાઇટ irctctourism.com પરથી કરી શકાય છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે આ પેકેજનું બુકિંગ 'પહેલા આવો પહેલા સેવા'ના ધોરણે થશે. જ્યોતિર્લિંગ યાત્રા પેકેજ હેઠળ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

ધાર્મિક સ્થળોના નામ

1. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

2. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

3. સોમનાથ જ્યોતિર્લિંગ

4. દ્વારકાધીશ મંદિર

5. નાગેશ્વર જ્યોતિર્લિંગ

6. ભીમાશંકર જ્યોતિર્લિંગ

7. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ

8. ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ

9. બેટ દ્વારકા

મુસાફરોને મળશે આ સુવિધા: ભારતીય રેલવે દ્વારા જારી કરાયેલ જ્યોતિર્લિંગ યાત્રા પેકેજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો ઈકોનોમી ક્લાસ, બીજો સ્ટાન્ડર્ડ ક્લાસ અને ત્રીજો કમ્ફર્ટ ક્લાસમાં રાખવામાં આવ્યો છે. જો કે ત્રણેય વર્ગમાં મુસાફરોને અલગ-અલગ સુવિધાઓ આપવામાં આવી છે. તમામ વર્ગના મુસાફરોને તમામ સ્થળોએ જવા માટે ભોજન, હોટલમાં રહેવાની તેમજ પરિવહનની સુવિધા આપવામાં આવશે.

ટૂર પેકેજની કિંમત કેટલી છે: IRCTC અનુસાર, સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા મુસાફરોએ 18,466 રૂપિયા ચૂકવવા પડશે. તો ત્યાં 3AC ક્લાસ માટે 30,668 રૂપિયા અને 2AC માટે 40,603 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.

Last Updated : Jun 7, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.